Connect Gujarat
દેશ

રેલ્વેએ સમગ્ર દેશમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડ્યા,10 રૂપિયા જ ચૂકવવા પડશે

પ્લેટફોર્મ ટિકિટમાં વૃદ્ધિ કોરોના દરમિયાન કરવામાં આવી હતી. ગુરુવારે રેલવેએ કહ્યુ કે હવે પહેલાની જેમ પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રુપિયા રહેશે.

રેલ્વેએ સમગ્ર દેશમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડ્યા,10 રૂપિયા જ ચૂકવવા પડશે
X

પ્લેટફોર્મ ટિકિટમાં વૃદ્ધિ કોરોના દરમિયાન કરવામાં આવી હતી. ગુરુવારે રેલવેએ કહ્યુ કે હવે પહેલાની જેમ પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રુપિયા રહેશે. રેલવેનો આ નિર્ણય મધ્ય રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકટની કિંમતોને ઓછી કર્યા બાદ લીધો. કિંમતો વધવા પાછળ રેલવેએ તર્ક આપ્યો હતો કે આ પ્લેટફોર્મ પર લોકોની ભીડ ભેગી નહીં થાય. મધ્ય રેલવેએ બુધવારે કોરોના પ્રતિબંધોમાં ઢીલ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનલ, ઠાણે કલ્યાણ ઓર પનવેલ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત ઘટાડી દીધી છે. મધ્ય રેલવેની અધિસૂચના અનુસાર કોરોના મહામારીના કારણે લગાવેલા પ્રતિબંધમાં ઢીલને ધ્યાનમાં રાખથીને સક્ષમ પ્રાધિકારી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનલ, ઠાણે કલ્યાણ ઓર પનવેલ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રુપિયાથી ઘટાડીને પાછી 10 રુપિયા કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત શુક્રવારે રેલવે જાહેરાત કરી હતી કે ટ્રેનોમાં રાંધેલુ ભોજન પીરસવાનું ફરીથી શરુ કરશે. આ સેવા કોરોના વાયરસ મહામારીના કારણે બંધ કરી દેવામાં આવી હતી. રેલવે બોર્ડના એક પત્રમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિજમ કોર્પોરેશનને સામાન્ય ટ્રેન સેવાઓને બહાલ કરવા માટે ટ્રેનોમાં પ્રવાસીઓને રાંધેલુ ભોજન પીરસવાને ફરી શરુ કરવા માટે કહેવામાં આવ્યું હતુ.

Next Story
Share it