Connect Gujarat
દેશ

'કર્તવ્ય પથ' તરીકે ઓળખાશે રાજ પથ , NDMCની બેઠકમાં પ્રસ્તાવ થયો પાસ

ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રસ્તાને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે અને હવે તેનું નામ 'કર્તવ્ય પથ' રાખવામાં આવશે.

કર્તવ્ય પથ તરીકે ઓળખાશે રાજ પથ , NDMCની બેઠકમાં પ્રસ્તાવ થયો પાસ
X

ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રસ્તાને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે અને હવે તેનું નામ 'કર્તવ્ય પથ' રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે રાજપથની સાથે નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ પણ બદલવાનો નિર્ણય કર્યો છે.

બુધવારે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ની બેઠકમાં રાજપથનું નામ બદલીને 'કર્તવ્ય પથ' રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. લોકસભા સાંસદ અને NDMC સભ્યએ જણાવ્યું હતું કે NDMC કાઉન્સિલની વિશેષ બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. અને એમ પણ કહ્યું કે અમે આજે વિશેષ પરિષદની બેઠકમાં રાજપથનું નામ કર્તવ્ય પથ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાને સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચી પરથી પાંચ પ્રતિજ્ઞાઓ જાહેર કરી હતી.

તેમાંથી એક ગુલામીના પ્રતીકોને ખતમ કરવાની પ્રતિજ્ઞા પણ હતી. એવું માનવામાં આવે છે કે આ ક્રમમાં રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લેનનું નામ 'કર્તવ્ય પથ' રાખવામાં આવશે. ઈન્ડિયા ગેટ પાસેના નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો રસ્તો 'કર્તવ્ય પથ' તરીકે ઓળખાશે.

પહેલા પીએમના નિવાસસ્થાન તરફ જતા રસ્તાનું નામ રેસકોર્સ રોડથી લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે બ્રિટિશ કાળમાં રાજપથ કિંગ્સવે તરીકે ઓળખાતું હતું. આઝાદી પછી, વર્ષ 1955માં, કેન્દ્ર સરકારે તેનું નામ કિંગ્સવેથી બદલીને રાજપથ કરી દીધું અને ત્યાંથી પસાર થતા રસ્તાનું નામ જનપથ રાખવામાં આવ્યું.

Next Story