Connect Gujarat
દેશ

રાજસ્થાન: ઉદેપુરની પોક્સો કોર્ટનો દાખલારૂપ કિસ્સો,રેપના આરોપીને છોડી મૂકી મહિલાને સંભળાવી સજા

મહિલાને ત્રણ મહિનાની જેલ અને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં પીડિતા પાયલે નવીન કુમાર નામના વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

રાજસ્થાન: ઉદેપુરની પોક્સો કોર્ટનો દાખલારૂપ કિસ્સો,રેપના આરોપીને છોડી મૂકી મહિલાને સંભળાવી સજા
X

નિશ્ચિતપણે રેપ એ ગંભીર ઘટના છે અને તેના આરોપીને સજા થવી જ જોઈએ પરંતુ ક્યારેય આનાથી ઉલટું પણ બનતું હોય છે. ક્યારેક મહિલા કોઈને ફસાવવા માટે રેપનો ખોટો કેસ કરી નાખતી હોય છે પરંતુ આવું કરવામાં સરવાળે નુકશાન તેનું જ થતું હોય છે. રાજસ્થાનના ઉદેપુરમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે જેમાં કોર્ટે આરોપીને નહીં મહિલાને સજા સંભળાવી. ગુરુવારે ઉદેપુરની પોક્સો કોર્ટે જાહેર કરેલા ચુકાદાએ સૌને ચોંકાવી દીધા છે. આ કેસ બળાત્કારનો છે. કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરીને આરોપ લગાવનાર મહિલાને દોષી ઠેરવીને સજા સંભળાવી હતી. આનું કારણ એ છે કે મહિલાએ ખોટો કેસ કર્યો હતો અને કોર્ટમાં તેના નિવેદનોથી પીછેહઠ કરી હતી.

મહિલાને ત્રણ મહિનાની જેલ અને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં પીડિતા પાયલે નવીન કુમાર નામના વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે નવીને તેને કોલ્ડ ડ્રિંકમાં ડ્રગ પીવડાવીને તેની સાથે રેપ કર્યો હતો. એટલું જ નહીં, તેણે પોતાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ તે તેની સાથે લગ્ન કરીને બળજબરીથી પત્ની તરીકે રાખવા માંગતો હતો. પીડિતાએ પહેલા પોલીસમાં કલમ 164 હેઠળ અને પછી કોર્ટમાં પોતાના નિવેદનોમાં આ વાત કહી હતી. મહિલાના નિવેદનના આધારે નવીન કુમારની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને છ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. પાછળથી મહિલાએ કોર્ટમાં પોતાનું અગાઉનું નિવેદન ફેરવી તોળ્યું હતું અને પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. સરવાળે કોર્ટને આ કેસ ખોટો હોવાનું માલૂમ પડ્યું હતું આથી કોર્ટે આરોપીને છોડી મૂકીને મહિલાને ત્રણ મહિનાની સજા અને 500 રુપિયાનો દંડ ફટકાર્યો હતો.

Next Story