Connect Gujarat
દેશ

રાજસ્થાનઃ આખી ઓફિસ લાંચ લેતા ઝડપાય, અધિકારીએ કહ્યું- મંદિરમાં કોઈ પ્રસાદ આપવા આવે તો ના કેવી રીતે કહેવું?

રાજસ્થાનમાં લાંચનો મોટો મામલો સામે આવ્યો છે જેમાં આખી ઓફિસ લાંચ લેતા ઝડપાય ગઈ છે.

રાજસ્થાનઃ આખી ઓફિસ લાંચ લેતા ઝડપાય, અધિકારીએ કહ્યું- મંદિરમાં કોઈ પ્રસાદ આપવા આવે તો ના કેવી રીતે કહેવું?
X

રાજસ્થાનમાં લાંચનો મોટો મામલો સામે આવ્યો છે જેમાં આખી ઓફિસ લાંચ લેતા ઝડપાય ગઈ છે. આટલું જ નહીં પકડાવા પર રાજ્ય પ્રશાસનિક સેવાના અધિકારીએ દલીલ કરી કે જ્યારે કોઈ મંદિરમાં પ્રસાદ આપવા આવે છે તો કેવી રીતે ના પાડવી. પ્રાપ્ત માહિતી અનુસાર જયપુર શહેરના વિકાસની જવાબદારી સંભાળતી જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના ડેપ્યુટી કમિશનર સહિત સમગ્ર ઓફિસ લાંચના કેસમાં રંગે હાથે ઝડપાય ગયા છે. રાજ્ય વહીવટી સેવાના અધિકારી મમતા યાદવ લાંચ લેતા પકડાયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ સામે હસતા હતા. તે કહેતા હતા કે જ્યારે કોઈ મંદિરમાં પ્રસાદ આપવા આવે છે તો તે કેવી રીતે ના પાડી શકે?

જવાહર સર્કલના સિદ્ધાર્થનગરમાં એક વ્યક્તિ તેની જમીન લીઝ પર લેવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ થઈ હતી. તેના બદલામાં ડેપ્યુટી કમિશનર મમતા યાદવ રૂ. 6.50 લાખ અને જુનિયર એન્જિનિયર શ્યામ રૂ. 3 લાખની માંગ કરી રહ્યા હતા. ફરિયાદ મળ્યા પછી ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ જેડીએમાં છટકું ગોઠવ્યું અને તે પછી આરએએસ અધિકારી મમતા યાદવ, જયંત શ્યામ, નકશો પાસ કરનાર કર્મચારી વિજય મીના, એકાઉન્ટન્ટ રામ તુફાન મંડોટિયા અને કોમ્પ્યુટર ઓપરેટર અખિલેશ મૌર્ય લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા.

Next Story