Connect Gujarat
દેશ

કેબીનેટ વિસ્તરણના અહેવાલો વચ્ચે રમેશ પોકરીયલ નિશાંકે આપ્યું રાજીનામું

કેબીનેટ વિસ્તરણના અહેવાલો વચ્ચે રમેશ પોકરીયલ નિશાંકે આપ્યું રાજીનામું
X

કેબિનેટ વિસ્તરણના સમાચારોની વચ્ચે હાલના મંત્રીઓના રાજીનામાના સમાચાર સામે આવવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિશાંકે વડા પ્રધાનને પત્ર લખીને સ્વાસ્થ્યનાં કારણોસર રાજીનામું આપવાનું કહ્યું છે.

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા નિશાંક કોરોનાને કારણે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી અને તેમણે લગભગ 15 દિવસ સુધી આઈસીયુમાં રહેવું પડ્યું હતું. રમેશ પોકરીયલ નિશાંકે શિક્ષણ પ્રધાન તરીકે કોરોના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અને અભ્યાસક્રમો અંગે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Next Story
Share it