Connect Gujarat
શિક્ષણ

PM મોદી સાથે પરીક્ષા પર ચર્ચા કરવા માટે રજીસ્ટ્ર્રેશનની તારીખ લંબાવાઇ

પરિક્ષા પે ચર્ચા માટે નોંધણી કરવાનો છેલ્લો દિવસ 20 જાન્યુઆરી હતો.

PM મોદી સાથે પરીક્ષા પર ચર્ચા કરવા માટે રજીસ્ટ્ર્રેશનની તારીખ લંબાવાઇ
X

પરિક્ષા પે ચર્ચા માટે નોંધણી કરવાનો છેલ્લો દિવસ 20 જાન્યુઆરી હતો. પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હતા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'પરીક્ષા પે ચર્ચા' માટે નોંધણી કરાવી શક્યા નથી. આ માટે હજુ પણ તમારી પાસે એક મોકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'પરીક્ષા પે ચર્ચા'ના પાંચમા સત્રમાં ભાગ લેવાની અંતિમ તારીખ 27 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, "પરીક્ષા પે ચર્ચાના પાંચમા સત્રમાં ભાગ લેવાની છેલ્લી તારીખ લંબાવીને 27 જાન્યુઆરી કરવામાં આવી છે."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અનોખા ઈન્ટરેક્ટિવ પ્રોગ્રામ– પરિક્ષા પે ચર્ચાની કલ્પના કરી હતી. જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમની સાથે વાર્તાલાપ કરે છે. પીએમ મોદી દર વર્ષે જીવનને તહેવારની જેમ ઉજવવાના ઉદ્દેશ્ય સાથે પરીક્ષાઓને કારણે થતાં તણાવને કેવી રીતે દૂર કરી શકાય તેની ચર્ચા કરે છે.આ પ્રોગ્રામનું ફોર્મેટ વર્ષ 2021ની જેમ ઓનલાઈન હશે, એવી અપેક્ષા છે કે આ વખતે પણ આ કાર્યક્રમ માટે ધોરણ 9થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની ઓનલાઈન સ્પર્ધા દ્વારા પસંદગી કરવામાં આવશે. નોંધણીની પ્રક્રિયા 28 ડિસેમ્બર 2021થી શરૂ કરવામાં આવી હતી, જે 27 જાન્યુઆરી 2022 સુધી ચાલુ રહેશે.

Next Story