Connect Gujarat
દેશ

રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સે "રિલાયન્સ હેલ્થ ગેઇન પોલિસી" પ્રસ્તુત કરી, હેલ્થ વીમા બનાવવા ગ્રાહકોને વિકલ્પ આપ્યો

ભારતમાં ખાનગી સાધારણ વીમા ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (RGICL)એ સૌથી વધુ ફ્લેક્સિબ્લ અને ગ્રાહકને અનુરૂપ હેલ્થ વીમા પોલિસી રિલાયન્સ હેલ્થ ગેઇન પ્રસ્તુત કરી છે.

રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સે રિલાયન્સ હેલ્થ ગેઇન પોલિસી પ્રસ્તુત કરી, હેલ્થ વીમા બનાવવા ગ્રાહકોને વિકલ્પ આપ્યો
X

ભારતમાં ખાનગી સાધારણ વીમા ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (RGICL)એ સૌથી વધુ ફ્લેક્સિબ્લ અને ગ્રાહકને અનુરૂપ હેલ્થ વીમા પોલિસી રિલાયન્સ હેલ્થ ગેઇન પ્રસ્તુત કરી છે. પોલિસી ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ ખાસિયતો પસંદ કરીને તેમની હેલ્થ વીમા પોલિસી ડિઝાઇન કરવાની તેમજ તેઓ જે પસંદ કરે એ માટે ચુકવણી કરવાની તક આપે છે. RGICL 3 વિવિધ પ્લાન ધરાવે છે. પ્લસ, પાવર અને પ્રાઇમ તથા દરેક ગ્રાહક માટે પોલિસીનું કસ્ટમાઇઝેશન કરવાની સુવિધા આપતી વિવિધ ખાસિયતો ધરાવે છે. આ સાથે રિલાયન્સ જનરલનો ઉદ્દેશ તમામ વયજૂથના ગ્રાહકોની આધુનિક, બદલાતી અને વિશિષ્ટ તબીબી જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે.

રિલાયન્સ હેલ્થ ગેઇન 38 ઉદ્યોગમાં અગ્રણી ખાસિયતો ધરાવે છે, જેમ કે બમણું કવચ, જે એકસમાન દાવા દરમિયાન ઉપયોગી વીમાકૃત રકમથી બમણી પ્રદાન કરે છે, ગેરન્ટેડ સંચિત બોનસ, જે દાવા પછી સંચિત બોનસના નુકસાનને અટકાવે છે, અથવા અગાઉથી અસ્તિત્વ ધરાવતા રોગ માટે વેઇટિંગ પીરિયડ 3 વર્ષથી ઘટાડીને 2 કે 1 વર્ષ કરવાનો લાભ. આ પ્રકારના અનેક ફાયદા સાથે પ્રોડક્ટ હેલ્થ વીમાના ગ્રાહકોની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ વિશે RGICLના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાકેશ જૈને જણાવ્યુ હતું કે, "મહામારી પછી હેલ્થ વીમાની પસંદગીમાં ઝડપથી વધારો થયો છે, લોકો આધુનિક સારવારો અને હેલ્થકેરના વધતા ખર્ચથી વાકેફ થયા છે. પણ ઉચિત વીમા કવચની પસંદગી હજુ પણ મોટા ભાગના ગ્રાહકો માટે સમસ્યારૂપ છે. રિલાયન્સ હેલ્થ ગેઇન પોલિસી સાથે અમે ગ્રાહકોને 'પસંદગી કરવાની ક્ષમતા' આપવા ઇચ્છે છે, જેથી તેઓ તેમની જરૂરિયાત મુજબ હેલ્થ વીમો ડિઝાઇન કરી શકે છે. અમે પોઝિટિવ છીએ કે, રિલાયન્સ હેલ્થ ગેઇન પોલિસી ગ્રાહકોને પસંદગીઓ કરવા અને તેમને હેલ્થ વીમાપોલિસીઓ પર નિયંત્રણ મેળવવા મદદરૂપ થશે. 'તમારી પોતાની પોલિસી બનાવો' ભવિષ્યનું મોડલ છે. કારણ કે, તેનો ઉદ્દેશ પારદર્શકતા અને વિશ્વાસ વધારવાનો છે. સાથે જ ગ્રાહક આકાંક્ષી, ધનિક કે મધ્યમ વર્ગ સાથે સંબંધિત હોય આ ખાસ ડિઝાઇન કરેલી પોલિસી વીમાકૃત રકમની બહોળી રેન્જ ₹ 3 લાખથી ₹ 1 કરોડ ઓફર કરે છે. જે તમામ પ્રકારની આવક ધરાવતા જૂથો માટે આકર્ષક છે. 18થી 65 વર્ષની વયજૂથના ગ્રાહકો કોઈ પણ વીમાકૃત રકમ પર કોઈ પણ ખાસિયતો પસંદ કરવાનો વિકલ્પ ધરાવે છે. ઉપરાંત ₹ 3 લાખ સુધીની વીમાકૃત રકમ માટે આ પોલિસીમાં કોઈ વયમર્યાદા નથી. એટલે કેટલીક વાર તબીબી પોલિસી મેળવી ન શકતા વરિષ્ઠ નાગરિકો સરળતાથી વીમાકવચ માટે હેલ્થ ગેઇનનો લાભ મેળવી શકે છે. ઉપરાંત પોલિસી વિશિષ્ટ ખાસિયત ઓફર કરે છે, જેમાં કોઈ ગ્રાહકને 12 વ્યક્તિ સુધીના પરિવાર માટે કવચ મળી શકે છે, જેમાં માતા/પિતા/સારુ/સસરા/પુત્રવધુ કે, જમાઈ, દાદા-દાદી, પૌત્રો અને આ પ્રકારના ઘણા સંબંધો ધરાવતા સભ્યો સામેલ છે. પોલિસીએ 50 વર્ષ હેઠળના સ્વસ્થ ગ્રાહકોને લાભ આપવા જેવા વિશિષ્ટ ડિસ્કાઉન્ટ પ્રસ્તુત કર્યા છે. એટલે કે, કોઈપણ પ્રકારની પૂર્વશરત વિના, 2/3 વર્ષની લાંબા ગાળાની પોલિસીની ખરીદી માટે પ્રીમિયમ પર 12 ટકા ડિસ્કાઉન્ટ. યુવાન મહિલાઓને પ્રોત્સાહન આપવા ગ્રાહકો કન્યાનો વીમો ઉતરાવવા માટે કે, અરજદાર મહિલા હોય તો 5 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. રિલાયન્સ હેલ્થ ગેઇન પોલિસી ઝોન-વાઇઝ પ્રાઇસિંગ મોડલ સાથે આવશે. જેથી સુનિશ્ચિત થાય છે કે, ગ્રાહકો જે શહેર/નગરમાં રહે છે, એના સરેરાશ તબીબી ખર્ચ મુજબ પ્રીમિયમની ચુકવણી કરશે. પોલિસીની યોજના એવી રીતે બનાવવામાં આવી છે કે, એ ગ્રાહકોને તેઓ શું ઇચ્છે છે અને તેઓ જે ઇચ્છે એ માટે જ ચુકવણી કરવાની છૂટ આપે છે. જેથી દેશમાં હેલ્થ વીમાની ખરીદીની નવી રીત નવેસરથી પરિભાષિત થઈ છે અને જનતા માટે એ અતિ વાજબી ખર્ચ ધરાવતી પોલિસી બની છે. રિલાયન્સ હેલ્થ ગેઇન પોલિસી સમગ્ર દેશમાં કંપનીના 67 હજાર એજન્ટો અને 128 બ્રાન્ચ ઓફિસમાંથી 1, 2 કે 3 વર્ષની પોલિસી મુદ્દત માટે ખરીદી શકાશે.

Attachments area

Next Story