Connect Gujarat
દેશ

ભારતીય એથ્લીટ્સના સર્વાંગી વિકાસ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સહયોગ સાધ્યો

ભારતભરમાંથી એથ્લીટ્સને શોધીને એમને તાલીમ તથા વિકાસ માટેની તક આપવામાં આવશે. સાથે સાથે એમને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ, પ્રશિક્ષણ અને સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિનની સહાય આપવામાં આવશે.

ભારતીય એથ્લીટ્સના સર્વાંગી વિકાસ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સહયોગ સાધ્યો
X

ભારતભરમાંથી એથ્લીટ્સને શોધીને એમને તાલીમ તથા વિકાસ માટેની તક આપવામાં આવશે. સાથે સાથે એમને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ, પ્રશિક્ષણ અને સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિનની સહાય આપવામાં આવશે.ભારતભરમાંથી એથ્લીટ્સને શોધીને એમને તાલીમ તથા વિકાસ માટેની તક આપવામાં આવશે. સાથે સાથે એમને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ, પ્રશિક્ષણ અને સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિનની સહાય આપવામાં આવશે.તેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પરિતંત્રનો ઉપયોગ કરવામાં આવશે. આ પરિતંત્રમાં ઓરિસા રિલાયન્સ ફાઉન્ડેશન એથ્લેટિક્સહાઇ-પરફોર્મન્સ સેન્ટર તથા સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલનો સમાવેશ થાય છે.

સંસ્થાના વ્યાપક ધ્યેય અનુસાર આ સહયોગ મારફતે કન્યા એથ્લીટ્સ પર વિશેષ લક્ષ આપવામાં આવશે. વધુને વધુ પ્રમાણમાં કન્યાઓ એથ્લેટિક્સમાં ભાગ લે અને પોતાના સ્વપ્નો સાકાર કરે એવો તેની પાછળનો ઉદ્દેશ્ય છે. એએફઆઇના મુખ્ય સહયોગી તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને પ્રશિક્ષણ શિબિરોમાં રાષ્ટ્રીય ટીમની જર્સી પર તથા પ્રશિક્ષણ માટેની કિટ પર રિલાયન્સ બ્રાન્ડ દર્શાવવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને આઇઓસીના સભ્ય નીતા અંબાણીએ કહ્યું છેઃ "એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા સાથે રિલાયન્સ ફાઉન્ડેશનનો સહયોગ વધાર્યાનો અમને આનંદ છે. એથ્લેટિક્સ વૈશ્વિક રમતગમતની અતિશય લોકપ્રિય શાખાઓમાંથી એક છે. આ સહયોગ સાધવા પાછળનો ઉદ્દેશ્ય ભારતીય એથ્લેટિક્સના વિકાસ માટેની તક તથા યુવા પ્રતિભાઓને વૈશ્વિકસ્તરની સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેમાં કન્યાઓ પર વિશેષ લક્ષ આપવામાં આવશે. યુવા એથ્લીટ્સને યોગ્ય માળખાકીય સુવિધાઓ, તાલીમ અને સહાય મળવાથી ઘણા યુવાનો વૈશ્વિક સ્તરે વિજયપતાકાં ફરકાવશે. ભારતમાં ઓલિમ્પિક ચળવળની પ્રગતિ માટે પણ આ સહયોગ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Next Story