Connect Gujarat
દેશ

રશિયા-યુક્રેન "યુદ્ધ" બાદ વાટાઘાટોના સંકેત, યુક્રેન શસ્ત્રો છોડી દે તો વાતચીત માટે તૈયાર : રશિયા

રશિયા અને યુક્રેન વચ્ચે સતત બીજા દિવસે પણ ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. રશિયા દ્વારા છોડવામાં આવેલી 160થી વધુ મિસાઇલથી યુક્રેનની રાજધાની કીવ હચમચી ઉઠી છે

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વાટાઘાટોના સંકેત, યુક્રેન શસ્ત્રો છોડી દે તો વાતચીત માટે તૈયાર : રશિયા
X

રશિયા અને યુક્રેન વચ્ચે સતત બીજા દિવસે પણ ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. રશિયા દ્વારા છોડવામાં આવેલી 160થી વધુ મિસાઇલથી યુક્રેનની રાજધાની કીવ હચમચી ઉઠી છે. અહીના લોકો જીવ બચાવવા માટે સબ-વે સ્ટેશનો અને બંકરોમાં આશરો લેવા મજબૂર બન્યા છે.

રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કીવની પાસે મિસાઇલથી હુમલો કર્યો હતો. કીવ બહાર રશિયન સૈનિકો અને યુક્રેનના સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં રશિયાના 60 સૈનિકો માર્યાનો યુક્રેને દાવો કર્યો હતો. કિવ સહિત યુક્રેનના અનેક શહેરોમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાર્કિવમાં ઘણી ઇમારતો નાશ પામી હતી. મેરુપોલ શહેરમાં પણ લશ્કરી થાણાની આસપાસ ઘણી ઇમારતો તબાહ થઇ ગઇ છે. ઓડેસા શહેરના ઓઇલ સ્ટેશનો પણ આગમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. અહીના શહેરોમાં ખાણી-પીણીથી લઈને રોજીંદી જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાય છે. તો બીજી તરફ રશિયા અને યુક્રેન સરકારોએ વાતચીતના સંકેત આપ્યા હતા.

રશિયાના વિદેશમંત્રીએ જણાવ્યુ હતું કે, જો યુક્રેન શસ્ત્રો છોડી દે તો તેઓ વાતચીત માટે તૈયાર છે. બીજી તરફ યુક્રેને વિશ્વના દેશોને રાજધાનીની રક્ષા કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો હતો. યુક્રેન અને રશિયા વાતચીત માટેના સમય અને સ્થળ પર આગામી સમયમાં ચર્ચા કરાશે, ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, આક્રમણ શરૂ થયા બાદ વાટાઘાટો માટેના સમય અને સ્થળ પર આગામી કલાકોમાં પરામર્શ કરાશે. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આક્રમણ શરૂ થયા બાદ કૂટનીતિ માટે આશાની પ્રથમ ઝલક રજૂ કરાય છે. તો રશિયાએ કહ્યું કે, યુક્રેનને બેલારૂસની રાજધાનીમાં મળવાની રજૂઆત કરાય હતી

Next Story