Connect Gujarat
દેશ

SBIનું એલર્ટ : ફ્રી ગિફ્ટના નામે લિંક મળે તો ખાતા ધારકોએ ઓપન કરવી નહીં, વાંચો વધુ.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને એલર્ટ મેસેજ કરીને ચેતવ્યા છે કે, મેસેજમાં કેવાયસીના નામે થતી છેતરપિંડીને લઈ ગ્રાહકો સાવધાન રહે.

SBIનું એલર્ટ : ફ્રી ગિફ્ટના નામે લિંક મળે તો ખાતા ધારકોએ ઓપન કરવી નહીં, વાંચો વધુ.
X

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને એલર્ટ મેસેજ કરીને ચેતવ્યા છે કે, મેસેજમાં કેવાયસીના નામે થતી છેતરપિંડીને લઈ ગ્રાહકો સાવધાન રહે. એસબીઆઈ, આરબીઆઈ, સરકાર, ઓફિસ, પોલીસ અને કેવાયસી ઓથોરિટીના નામ પર જે ફોન-કોલ આવે તેનાથી સાવધ રહેવા પણ ગ્રાહકોને જણાવ્યુ છે.

આ સાથે જ SBI બેન્કના ગ્રાહકોને ફોનમાં અજ્ઞાત સોર્સ દ્વારા એપ ડાઉનલોડ નહીં કરવા પણ ચેતવ્યા છે. છેતરપિંડી કરનારા ફ્રી ગિફ્ટના નામે કસ્ટમરને લિંક મોકલી તેમની પર્સનલ ડિટેલ ચોરી રહ્યા હોવાથી બેન્કે તેના ખાતેદારોને કોઈ શંકાસ્પદ લિંક ન ખોલવા સલાહ આપી છે. બેન્કે ગ્રાહકોને એલર્ટ આપતા જણાવ્યું છે કે, એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર કે, ફોટો રાખવાથી તમારી માહિતી લીક થવાનો ખતરો રહે છે. જેના કારણે ગ્રાહકોને એકાઉન્ટની તમામ માહિતી હેકર પાસે પહોંચી જાય છે. કોઈપણ ડેસ્ક, ક્વિક સપોર્ટ, ટીમ વ્યુઅર અને મિંગલવ્યુ એપ્સને મોબાઈલમાં ડાઉનલોડ નહીં કરવી. ખાતા ધારકોને યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ વિશે પણ ચેતવણી આપી છે. ઉપરાંત ગ્રાહકોને કોઇપણ અજ્ઞાત સ્ત્રોતમાંથી યુપીઆઇ કલેક્ટ વિનંતીઓ અથવા ક્યૂઆર કોડ્સ સ્વીકારવા માટે કહ્યું નથી. અજાણી વેબસાઈટો પરથી હેલ્પલાઈન નંબર શોધશો નહીં. કારણ કે, SBI બેન્કના નામે અડધો ડઝનથી વધુ નકલી વેબસાઈટ્સ છે. કોઈપણ ઉકેલ માટે માત્ર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને યોગ્ય રીતે તપાસ કર્યા બાદ જ તમારી માહિતી શેર કરો.

Next Story