Connect Gujarat
દેશ

દેશમાં ત્રીજી લહેરના વળતા પાણી ! મહારાષ્ટ્રમાં સ્કૂલ તો દિલ્હીમાં ખાનગી ઓફિસ શરૂ કરવાનો નિર્ણય !

દેશનાં કેટલાંક રાજ્યોમાં કારોના મહામારીની ત્રીજી લહેર હવે ધીમી પડવા લાગી છે.

દેશમાં ત્રીજી લહેરના વળતા પાણી ! મહારાષ્ટ્રમાં સ્કૂલ તો દિલ્હીમાં ખાનગી ઓફિસ શરૂ કરવાનો નિર્ણય !
X

દેશનાં કેટલાંક રાજ્યોમાં કારોના મહામારીની ત્રીજી લહેર હવે ધીમી પડવા લાગી છે. આ કારણે કેટલીક જગ્યાઓ પર પ્રતિબંધોમાં રાહત અપાઈ રહી છે. જોકે કેટલાંક એવાં રાજ્યો પણ છે, જ્યાં કોરોનાના કેસ વધતાં પ્રતિબંધોને વધુ કડક કરવામાં આવ્યા છે. જોકે જ્યાં હાલ પ્રતિબંધોમાં રાહત અપાઈ રહી છે એમાં સૌથી ટોચ પર મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં આજથી તમામ સ્કૂલોને એક વખત ફરીથી ખોલી નાખવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓને સ્કૂલમાં એન્ટ્રી ત્યારે જ મળશે, જ્યારે આ અંગેની પરવાનગી વાલી આપશે. અહીં હાઈબ્રિડ મોડમાં હવે ક્લાસીસ ચાલશે. દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે અહીં સ્કૂલો ખોલવા અંગે હાલ કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાનું કહેવું છે કે વિદ્યાર્થીઓના 100 ટકા રસીકરણ પછી જ આ શક્ય બનશે. આજથી દિલ્હીની ખાનગી ઓફિસોને 50 ટકા ઉપસ્થિતિની સાથે ખોલવામાં આવી છે. જોકે વીકેન્ડ-કર્ફ્યૂ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. ઓડ-ઈવન મુજબ દુકાનોને પણ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યમાં સરકારે 30 જાન્યુઆરી સુધી સ્કૂલોને બંધ કરી દીધી છે, જોકે ચૂંટણી સંબંધિત કર્મચારીઓને ઓફિસે જવું પડશે, એમાં શિક્ષક પણ સામેલ છે. અહીં હાલ નાઈટ કર્ફ્યૂનો અમલ ચાલુ છે.

Next Story