Connect Gujarat
દેશ

મંકીપોક્સની રસી બનાવવાની રેસમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેક..!

કોરોનાની જેમ હવે મંકીપોક્સ વેક્સીનને લઈને દેશની બે મોટી પ્રખ્યાત કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ગત વખતે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની એન્ટી-કોરોનાવાયરસ કોવેક્સિન બનાવવામાં મોખરે હતી.

મંકીપોક્સની રસી બનાવવાની રેસમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેક..!
X

કોરોનાની જેમ હવે મંકીપોક્સ વેક્સીનને લઈને દેશની બે મોટી પ્રખ્યાત કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ગત વખતે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની એન્ટી-કોરોનાવાયરસ કોવેક્સિન બનાવવામાં મોખરે હતી. આ વખતે પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) પણ સરકાર સાથે મળીને મંકીપોક્સની રસી બનાવવા માંગે છે. જોકે, આ બંને કંપનીઓએ હજુ સુધી પોતાનો દાવો રજૂ કર્યો નથી. જ્યારે આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં દાવો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સાથેની ઓનલાઈન મીટિંગમાં ભારત બાયોટેક અને સીરમ બંને કંપનીઓએ મંકીપોક્સને વહેલી તકે નાબૂદ કરવાનો દાવો કર્યો છે. આ માટે તેમને જીવંત વાયરસની જરૂર પડશે જેમાં ICMR સહયોગ કરશે.

બેઠકમાં ભારત બાયોટેક કંપનીના ચેરમેન ડો.ક્રિષ્ના ઈલાએ જણાવ્યું હતું કે, આ રસી ગુજરાતના અંકલેશ્વરમાં બનાવવામાં આવશે. અત્યાર સુધી આ રસી વિશ્વમાં માત્ર બે જ જગ્યાએ બનાવી શકાય છે, એક અંકલેશ્વરમાં અને બીજી જર્મનીના બાવેરિયન નોર્ડિકમાં.

જેમ કોવેક્સિનના દરેક ડોઝ પર ICMRને 5% રોયલ્ટી આપવામાં આવી રહી છે. એ જ રીતે, ફાર્મા કંપનીએ મંકીપોક્સની રસી પર રોયલ્ટી ચૂકવવી પડશે. તે કેટલા ટકા હશે? કરાર બાદ ખબર પડશે. સીરમ કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે તેમની કંપનીએ ઝડપથી મંકીપોક્સની રસીની શોધ શરૂ કરી દીધી છે. આ માટે અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

Next Story