Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રની "રાજનીતિ" : ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં શિંદે, રાજ્યપાલને કરી આ ભલામણ..!

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. મુખ્યમંત્રી એકનાથ શિંદે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપવા જઈ રહ્યા છે.

મહારાષ્ટ્રની રાજનીતિ : ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં શિંદે, રાજ્યપાલને કરી આ ભલામણ..!
X

શિંદે સરકાર મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા આપવામાં આવેલા 12 એમએલસીના નામ પાછા લેવા માંગે છે. સીએમ એકનાથ શિંદેએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર લખીને વિનંતી કરી છે કે, એકનાથ શિંદે ટૂંક સમયમાં MLCની નવી યાદી આપશે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. મુખ્યમંત્રી એકનાથ શિંદે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપવા જઈ રહ્યા છે. સીએમ એકનાથ શિંદેએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર લખીને વિનંતી કરી છે કે, સરકાર 12 એમએલસીના નામ પાછી ખેંચવા માંગે છે, જે અગાઉની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA) સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉની MVA ગઠબંધન સરકાર દ્વારા આપવામાં આવેલી નામોની યાદી પાછી ખેંચી લેવામાં આવી છે.

એકનાથ શિંદે ટૂંક સમયમાં MLCની નવી યાદી આપશે. અગાઉની સરકારે રાજ્યપાલના ક્વોટા હેઠળ મહારાષ્ટ્ર વિધાન પરિષદને નામાંકિત કરવા માટે 12 નામોની યાદી આપી હતી. જોકે, 2 વર્ષ કરતાં વધુ સમય પહેલાં મળેલી આ યાદી અંગે રાજ્યપાલે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. મહારાષ્ટ્રમાં તાજેતરના સત્તા પરિવર્તનથી, રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદના સભ્ય માટે 12 નામો પર નવેસરથી વિચારણા કરવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે રાજ્યપાલ કોશ્યરીને જે 12 નામોની ભલામણ કરવામાં આવી હતી.

તેમાં શિવસેનાના ઉર્મિલા માતોંડકર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એકનાથ ખડસેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ ભલામણ ઘણા સમયથી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હતી. આ યાદીમાં શિવસેના તરફથી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર, વિજય કરંજકર, નીતિન બાનુગડે પાટીલ અને ચંદ્રકાંત રઘુવંશી, એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, યશપાલ ભીંગે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી ગાયક આનંદ શિંદે અને રજનીતાઈ પાટીલ, સચિન સાવંત, કોંગ્રેસમાંથી અનિરુદ્ધ વણકર, મુ. હુસૈનનું નામ સામેલ હતું. શિવસેનાની દશેરા રેલી દર વર્ષે દાદરના શિવાજી પાર્કમાં કાઢવામાં આવે છે.

જોકે, આ વખતે શિવાજી પાર્ક શિવસેનાના ઉદ્ધવ જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે રાજકીય યુદ્ધનો અખાડો બનવા જઈ રહ્યો છે. તા. 5 ઓક્ટોબરે દશેરા છે, અને આ વખતે અહીં કોની રેલી યોજાશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે.

Next Story