Connect Gujarat
દેશ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને શશિ થરૂર લઈ શકે છે મોટો નિર્ણય, વાંચો G-23 વિશે શું કહ્યું..!

વરિષ્ઠ નેતા શશિ થરૂર પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને શશિ થરૂર લઈ શકે છે મોટો નિર્ણય, વાંચો G-23 વિશે શું કહ્યું..!
X

વરિષ્ઠ નેતા શશિ થરૂર પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. થરૂરે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મળીને સોનિયા ગાંધીને ચૂંટણી કરાવવા માટે પત્ર લખ્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. થરૂર ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેણે હજી આ અંગે પોતાનું મન બનાવ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે. જો કે થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે કે કેમ તે અંગે કોઈ ટિપ્પણી કરી નથી. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓને એ નક્કી કરવાની છૂટ હોવી જોઈએ કે, પક્ષનું નેતૃત્વ કોણ કરશે. તમને જણાવી દઈએ કે, થરૂર કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓના જૂથનો ભાગ હતા જેમણે 2020માં પાર્ટીમાં સંગઠનાત્મક ચૂંટણીઓ અંગે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. પક્ષ અને રાષ્ટ્ર માટે તમારા વિઝનને રજૂ કરવાથી ચોક્કસપણે જનહિતની સેવા થશે. થરૂરે કહ્યું કે જ્યારે સમગ્ર પક્ષને નવા રંગમાં આવવાની જરૂર છે, ત્યારે સૌથી મહત્વપૂર્ણ નેતૃત્વ પદ ભરવાની સ્વાભાવિક જરૂરિયાત છે. કોંગ્રેસે રવિવારે જાહેરાત કરી હતી કે તેના પ્રમુખની ચૂંટણી તા. 17 ઓક્ટોબરે યોજાશે અને કહ્યું કે, આ પ્રકારની લોકતાંત્રિક કવાયતને અનુસરનાર તે દેશનો એકમાત્ર પક્ષ છે. પરિણામ તા. 19 ઓક્ટોબરે જાહેર થશે. ચૂંટણી માટેનું જાહેરનામું તા. 22 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા તા. 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તા. 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.

Next Story