Connect Gujarat
દેશ

દિલ્હીમાં ગેંગવૉરમાં શૂટઆઉટ: કોર્ટ પરિસરમાં કુખ્યાત ગોગીને પતાવી માર્યો, કુલ ત્રણ મોત

રાજધાની દિલ્હીમાં ગેંગવૉરની ઘટના સામે આવી રહી છે, આજે બપોરે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફે ગોગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી

દિલ્હીમાં ગેંગવૉરમાં શૂટઆઉટ: કોર્ટ પરિસરમાં કુખ્યાત ગોગીને પતાવી માર્યો, કુલ ત્રણ મોત
X

રાજધાની દિલ્હીમાં ગેંગવૉરની ઘટના સામે આવી રહી છે, આજે બપોરે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફે ગોગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયો અને તે બાદ હુમલો કરનારાઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોતનાં સમાચાર સામે આવી રહ્યા છે અને બધા જ મૃતકો હુમલાખોરો હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી પોલીસ અનુસાર બે હુમલાખોરો વકીલ બનીને કોર્ટ પરિસરમાં આવ્યા હતા અને તે બાદ ગેંગસ્ટર જિતેન્દ્ર પર ગોળી ચલાવી હતી. નોંધનીય છે કે પોલીસ જિતેન્દ્રને કોર્ટ રૂમ લઈને આવી હતી. મીડિયા અહેવાલ અનુસાર આ શૂટઆઉટ અને ગોગીની હત્યા પાછળ ટિલલુ ગેંગનો હાથ હોય શકે છે. જે હુમલાખોરોને ઠાર કરવામાં આવ્યા છે તેમાંથી બંને ગુંડા જ હોવાનું જાણવા મળ્યું છે, એકની ઉપર તો પચાસ હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

Next Story