Connect Gujarat
દેશ

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડને મળ્યા સિદ્ધુ; આજે થઈ શકે છે મોટી જાહેરાત

ચર્ચા છે કે સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી સ્થિતિમાં મંત્રી વિજય ઈન્દર સિંઘલા અને સાંસદ સંતોક ચૌધરીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરી શકાય છે.

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડને મળ્યા સિદ્ધુ; આજે થઈ શકે છે મોટી જાહેરાત
X

પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ અંગે આજે એક મોટી જાહેરાત થઈ શકે છે. નવજોતસિંહ સિદ્ધુ પંચકુલા પહોંચ્યા. સિદ્ધુએ પંચકુલામાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડને મળ્યા. સિદ્ધુએ કહ્યું કે 'જાખડ મારા મોટો ભાઈ છે, મારા માર્ગદર્શક છે.' ત્યારે પંજાબના કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત પણ થોડા સમયમાં ચંડીગઢ પહોંચવાના છે. તે કેપ્ટન અમરિંદર સિંહને મળશે. જેથી તેઓને મનાવી શકે અને સમાધાનના ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપી શકાય. આ પછી મોટી જાહેરાતની શક્યતા છે.

સિદ્ધુ શુક્રવારે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી હરીશ રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ રાવતે કહ્યું કે સોનિયા ગાંધીએ હજી સુધી આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી અને જ્યારે નિર્ણય લેવામાં આવશે ત્યારે મીડિયા સાથે શેર કરશે. સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવી રહ્યા છે કે કેમ તે અંગેના સવાલ પર રાવતે કહ્યું કે, આ કોણે કહ્યું છે?

પંજાબ કોંગ્રેસના નેતા પવન દિવાનએ પણ કહ્યું છે કે હિન્દુ સમુદાયના કોઈ નેતા પ્રદેશ પ્રમુખ પદ પર હોવા જોઈએ. ચર્ચા છે કે સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી સ્થિતિમાં મંત્રી વિજય ઈન્દર સિંઘલા અને સાંસદ સંતોક ચૌધરીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબ કોંગ્રેસમાં ખુલ્લેઆમ તકરાર ચાલી રહી છે. પૂર્વ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ અને કેટલાક અન્ય નેતાઓએ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સામે મોરચો ખોલ્યો છે. પક્ષમાં થયેલી તકરારના સમાધાન માટે કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડ્ગની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ મુખ્ય પ્રધાન સહિત પંજાબ કોંગ્રેસના 100 થી વધુ નેતાઓનો અભિપ્રાય લીધો હતો અને ત્યારબાદ તેનો અહેવાલ હાઇકમાન્ડને સુપરત કર્યો હતો. તાજેતરમાં જ અમરિંદરસિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુએ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.

Next Story
Share it