Connect Gujarat
દેશ

દિલ્હી : CM અરવિંદ કેજરીવાલ સાથે સોનૂ સૂદે કરી મુલાકાત; 'દેશ કે મેન્ટર્સ' પ્રોગ્રામનો બન્યો બ્રાન્ડ એમ્બેસેડર

દિલ્હી : CM અરવિંદ કેજરીવાલ સાથે સોનૂ સૂદે કરી મુલાકાત; દેશ કે મેન્ટર્સ પ્રોગ્રામનો બન્યો બ્રાન્ડ એમ્બેસેડર
X

રાજધાની દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ચર્ચિત એક્ટર સોનૂ સૂદની મુલાકાત થઇ છે. ત્યારથી જ વાતો છે કે, તે આપમાં જોડાઇ શકે છે. આ મુલાકાતમાં CM કેજરીવાલ અને એક્ટર સોનૂ સૂદે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે, સોનૂસૂદ આપ સરકારનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવાં તૈયાર છે. સરકાર જલ્દી જ 'દેશ કે મેન્ટર્સ' કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમનાં બ્રાન્ડ એમ્બેસેડર સોનૂ સૂદ હશે. હું સોનૂ સૂદનો આભાર વ્યક્ત કરુ છું. આજે તેઓ સમય કાઢી મને મળ્યાં. આખાં દેશ માટે સોનૂ મોટી પ્રેરણા બની ગયા છે.

તમને જણાવી દઇએ કે, કોરોના મહામારીનાં પહેલી અને બીજી લહેર દરમિયાન દેશભરનાં અલગ અલગ ભાગમાં લોકોની મદદ કરનાર એક્ટર સોનૂ સૂદ ચર્ચામાં હતો. સોનૂ સૂદે લોકોની મદદ માટે તેની એક ટીમ તૈયાર કરી છે. જે કોઇપણ પ્રકારની જાણકારી મળવાં પર જરૂરીયાતમંદોની મદદ કરવાં પહોંચી જાય છે. કોરોના સંક્રમણને કારણે લાગેલાં લોકડાઉન દરમિયાન મુંબઇમાં ફસાયેલાં મજૂરોને બસ અને પ્લેન દ્વારા સોનૂ સૂદે તેમનાં ઘરે પહોચાડ્યાં હતાં. તો આ ઉપરાંત તેમને આર્થિક મદદ પણ કરી હતી.

જોકે, બીજી લહેર વખતે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનનાં સિલેન્ડરની મદદ પણ તેણે જરૂરિયાતમંદોને કરી હતી. તે દિવસોમાં સોનૂ સૂદની મદદનાં કિસ્સા ઘણાં ચર્ચામાં હતાં. ચારેય તરફ સોનૂની મદદની જ વાતો થતી હતી. તે સમયે સોનૂએ ન ફક્ત ગરીબોની મદદ કરી હતી પણ વિદેશમાં ફસાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને પણ દેશમાં પરત લાવવાં મદદ કરી હતી.

Next Story