Connect Gujarat
દેશ

પાકિસ્તાન ભણીને આવતા વિદ્યાર્થીઓને ભારતમાં નહીં મળે નોકરી,વાંચો કયા કારણથી લેવાયો નિર્ણય

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC અને AICTE, જે ભારતમાં ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપે છે, તેણે પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાઓને લઈને ચેતવણી જાહેર કરી છે.

પાકિસ્તાન ભણીને આવતા વિદ્યાર્થીઓને ભારતમાં નહીં મળે નોકરી,વાંચો કયા કારણથી લેવાયો નિર્ણય
X

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC અને AICTE, જે ભારતમાં ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપે છે, તેણે પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાઓને લઈને ચેતવણી જાહેર કરી છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે જારી કરવામાં આવેલી આ સંયુક્ત એડવાઈઝરી માં કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ પાકિસ્તાનની કોઈપણ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ન લેવો જોઈએ.UGC અનુસાર, પાકિસ્તાનથી ભણીને આવતા વિદ્યાર્થીઓ ભારતમાં નોકરી અને ઉચ્ચ શિક્ષણ માટે લાયક રહેશે નહીં.UGC અને AICTE એ કહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પાકિસ્તાન ન જવું જોઈએ. ટેકનિકલ, ઉચ્ચ શિક્ષણ અથવા અન્ય કોઈપણ પ્રકારના અભ્યાસક્રમ માટે પાકિસ્તાન જતો ભારતીય વિદ્યાર્થી ભારતમાં નોકરી અથવા વધુ અભ્યાસ માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકશે નહીં.UGC એ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ પાકિસ્તાનથી આવેલા આવા વ્યક્તિઓ પર લાગુ થશે નહીં.

પાકિસ્તાનના પ્રવાસીઓ અને તેમના બાળકો કે જેમને ભારત દ્વારા નાગરિકતા આપવામાં આવી છે તેઓ ગૃહ મંત્રાલયની મંજૂરી પછી ભારતમાં રોજગાર માટે પાત્ર બનશે.નોંધનીય છે કે અગાઉ UGC અને AICTE ચીની શૈક્ષણિક સંસ્થા ના સંદર્ભમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઇઝરી જારી કરી હતી.દર વર્ષે જમ્મુ-કાશ્મીરના ઘણા વિદ્યાર્થીઓ પાકિસ્તાનની એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન લઈ રહ્યા છે. અત્યાર સુધી સેંકડો કાશ્મીરી વિદ્યાર્થીઓએ પાકિસ્તાનની ટેકનિકલ કોલેજોમાં એડમિશન લીધું છે.AICTE નું કહેવું છે કે અપ્રમાણિત સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ મેળવેલ ડિગ્રી ભારતીય સંસ્થાઓની ડિગ્રીની સમકક્ષ નથી. આવી માન્યતા વિનાની સંસ્થાઓમાંથી ડિગ્રી મેળવવા માટે મોટી રકમ ખર્ચ્યા પછી પણ આવા વિદ્યાર્થીઓને ભારતમાં નોકરીની તકો મેળવવામાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે

Next Story