Connect Gujarat
દેશ

ચકચારી સુનંદા પુષ્કર મોતનો મામલો: કોંગ્રેસના નેતા શશિ થરૂરને દિલ્હી કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા

ચકચારી સુનંદા પુષ્કર મોતનો મામલો: કોંગ્રેસના નેતા શશિ થરૂરને દિલ્હી કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા
X

સુનંદા પુષ્કર મોત મામલામાં દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતા શશિ થરૂરને આરોપ મુક્ત કરી દીધા છે. દિલ્હી કોર્ટે સુનંદા પુષ્કરના મોત મામલા સાથે જોડાયેલા આરોપોથી શશિ થરૂરને દોષમુક્ત જાહેર કરી દીધા છે. કોર્ટથી રાહત મળતા શશિ થરૂરે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, સાડા સાત વર્ષથી આ ટોર્ચર અને દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો.

નોંધનીય છે કે, સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. સુનંદા પુષ્કર ના મોત બાદ તેમના પતિ શશિ થરૂર પર માનસિક ઉત્પીડન કરવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસ એ આ મામલામાં શશિ થરૂરની વિરુદ્ધ કેસ નોંધી લીધો હતો.

આ મામલામાં પાકિસ્તાની પત્રકાર મેહર તરારનું નામ પણ સામે આવ્યું હતું. દિલ્હી પોલીસે જે કલમો હેઠળ કોંગ્રેસના નેતા શશિ થરૂરને આરોપી બનાવ્યા હતા, તેમાં દોષી પુરવાર થવાની સ્થિતિમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીને 3થી 10 વર્ષ સુધીની કેદની સજા થઈ શકતી હતી.

નોંધનીય છે કે, આ મામલામાં થરૂર મુખ્ય આરોપી હત. તેમની પર પત્ની સુનંદા પુષ્કરને દહેજ માટે ત્રાસ આપવા અને આત્મહત્યા માટે ઉશ્કેકરવાનો આરોપ હતો.

Next Story