Connect Gujarat
દેશ

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કોલેજિયમે બનાવ્યો વધુ એક રેકોર્ડ, 12 હાઈકોર્ટ જજની નિમણૂક માટે 68 નામની ભલામણ

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કોલેજિયમે બનાવ્યો વધુ એક રેકોર્ડ, 12 હાઈકોર્ટ જજની નિમણૂક માટે 68 નામની ભલામણ
X

ભારતના ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતા વાળા 3 સભ્યોની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને 12 હાઈકોર્ટ ના જજની નિયુક્તિ માટે 68 નામોની ભલામણ કરી છે. નિયુક્તિ માટે કોલેજિયમ દ્વારા મોકલામાં આવેલા 68 નામોમાં 44 વકીલ અને 24 જિલ્લા ન્યાયાધીશ રેંકના વરિષ્ઠ ન્યાયિક અધિકારી છે.

કોલેજિયમે 16 નામો પર વિચાર કરવાનું ટાળી દીધું છે. બાકીના નામોને પુનઃવિચાર માટે હાઈકોર્ટ કોલેજિયમ પાસે મોકલ્યા છે. હકિકતમાં વિભિન્ન હાઈકોર્ટમાં લગભગ 60 લાખ મામલા પેન્ડિંગ છે. પરંતુ જજના સ્થાન પર 43 ટકા જગ્યા ખાલી છે. 1089 જજની સ્વીકૃત શક્તિની સરખામણીએ 465 જગ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં 160 જજની જગ્યા છે પણ તેમાંથી 68 જગ્યા ખાલી છે.

કોલકત્તા હાઈકોર્ટમાં 72માંથી 36 જગ્યા ખાલી, બોમ્બે હાઈકોર્ટમાં 94માંથી 33 જગ્યા ખાલી. દિલ્હી હાઈકોર્ટમાં 50 ટકાથી વધારે જગ્યા છે. કેમ કે અહીં 60માંથી 31 જગ્યા ખાલી છે. પટનામાં 64 ટકા ખાલી એટલે કે 53 માંથી 34 જગ્યા ખાલી, રાજસ્થાન હાઈકોર્ટમાં 50 ટકાથી વધારે ખાલી કેમ કે 50માંથી 27 પદ ખાલી છે. જજોની સંખ્યા મામલે તેલંગાણાની સ્થિતિ સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં 42માંથી 31 જગ્યા ખાલી છે. ગુજરાત હાઈકોર્ટમાં 52માંથી 50 ટકા જગ્યા ખાલી, મધ્ય પ્રદેશમાં 53માંથી 29 જજની જગ્યા ખાલી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં 80 જજોમાંથી 40 ખાલી.

આંધ્ર પ્રદેશમાં 37 માંથી 18 જજની જગ્યા ખાલી છે. કોલેજિયમે વધું એક ઈતિહાસ રચ્યો છે. અનુસૂચિત જનજાતિની એક મહિલા ન્યાયિક અધિકારી માલી વાનકુંગને ગુવાહાટી હાઈકોર્ટમાં પદોન્નતિ માટે મંજૂરી આપી છે. તે મિઝોરમ રાજ્યની પહેલી હાઈકોર્ટ જજ બનશે. આ 68 ભલામણોમાં કુલ 10 મહિલાઓ છે.

Next Story