Connect Gujarat
દેશ

T20-વર્લ્ડ કપ:અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચની પિચ બનાવનાર ઈન્ડિયન ક્યૂરેટર મોહન સિંહનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

T20-વર્લ્ડ કપ:અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચની પિચ બનાવનાર ઈન્ડિયન ક્યૂરેટર મોહન સિંહનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ
X

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સુપર-12 મેચથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝના જણાવ્યા અનુસાર પીચ બનાવનાર ક્યૂરેટર મોહન સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. મૃત્યુનું કારણ હજી બહાર આવ્યું નથી. પરંતુ મીડિયા અહેવાલો તેને આત્મહત્યા કહી રહ્યા છે. પ્રશાસને મોતનું કારણ જાણવા માટે આ મામલે તપાસ શરૂ કરી છે.36 વર્ષીય મોહન સિંહ ભારતના રહેવાસી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ આ વિકેટ પર રમ્યા છે અને તમામ વિકેટ મોહન સિંહે જ બનાવી છે.મોહન સપ્ટેમ્બર 2004માં પંજાબ ક્રિકેટ સ્ટેડિયમ મોહાલીમાં ક્યુરેટર બનવાની તાલીમ લીધા બાદ અબુ ધાબી આવ્યા હતા, જ્યાં તેઓ 1994થી ગ્રાઉન્ડ સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. ત્યાં તે ટેનિસ સહિત અન્ય ઘણી રમતોમાં કોચને મદદ કરતો હતો. ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા તેમને સ્વિમિંગનો શોખ હતો.

Next Story