Connect Gujarat
દેશ

રાજસ્થાન ઉદયપુરમાં ટેલર કનૈયાલાલ નિર્મમ હત્યા બાદ તંગદિલી, દેશમાં હાલ પોલીસ એલર્ટ

પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી

રાજસ્થાન ઉદયપુરમાં ટેલર કનૈયાલાલ નિર્મમ હત્યા બાદ તંગદિલી, દેશમાં હાલ પોલીસ એલર્ટ
X

ઉદયપુરમાં એક ટેલરની ધોળા દિવસે હત્યા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી છે.રાજસ્થાનમાં ઘટના બાદ મધ્યપ્રદેશમાં લો એન્ડ ઓર્ડર બનાવી રાખવાનો આદેશ આપવામાં આવ્યા છે. તો સમગ્ર દેશમાં હાલ પોલીસ એલર્ટ થઇ ચૂકી છે.

હત્યા બાદ તણાવ વધતા પોલીસે ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. આખા રાજસ્થાનમાં 144 લાગુ કરી દેવામાં આવ્યું છે. જયપુરથી 600 પોલીસકર્મી ઉદયપુર જવા રવાના થઇ ચૂક્યા છે.રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે બપોરે કનૈયાલાલ હત્યાકાંડ મામલાને લઈને રાજસ્થાન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાંપ્રદાયિક માહોલને તણાવપૂર્ણ થવાથી રોકવા માટે આખા રાજ્યમાં કલમ 144 લાગૂ કરવા અને મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય સચિવ ઉષા શર્મા અને પોલીસ મહાનિર્દેશક મોહનલાલ લાઠરની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ. આ બેઠક બાદ પ્રદેશના તમામ ડીવીઝનલ કમિશનર અને જિલ્લા કલેકટરોને પોત-પોતાના જિલ્લામાં કલમ 144 લાગુ કરવા અને મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપ્યા. કેટલાક જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ અપાય ચૂક્યા છે.તો બીજીબાજુ કનૈયાલાલ નિર્મમ હત્યા મામલે 7 કલાક બાદ મૃતદેહ પોલીસે ઉઠાવ્યો હતો મૃતકના પરિવારજનોને 31 લાખના વળતરની જાહેરાત પણ કરવામાં આવી છે તો પરિવારના 2 સભ્યોને કોન્ટ્રાક્ટ પર નોકરી આપવામાં આવશે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મંગળવારે એક ટેલર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાખી. કહેવામાં આવી રહ્યું છે કે, આ પોસ્ટ તેમના 8 વર્ષના બાળકે કરી હતી.

Next Story