Connect Gujarat
દેશ

તામિલનાડું : ચેન્નાઈમાં સતત પડી પહેલા વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ, અનેક જિલ્લામાં હાઈએલર્ટ

ચેન્નઈમાં થઈ રહેલા વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે. વર્ષ 2015 બાદ શહેરમાં પ્રથમ વખત આટલા વ્યાપક પ્રમાણમાં

તામિલનાડું : ચેન્નાઈમાં સતત પડી પહેલા વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ, અનેક જિલ્લામાં હાઈએલર્ટ
X

ચેન્નઈમાં થઈ રહેલા વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે. વર્ષ 2015 બાદ શહેરમાં પ્રથમ વખત આટલા વ્યાપક પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં માર્ગો તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

તમિલનાડુમાં ઉત્તર-પૂર્વનું ચોમાસુ છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય છે, જેને લીધે રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને ચેન્નઈમાં વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે. વર્ષ 2015 બાદ શહેરમાં પ્રથમ વખત આટલા વ્યાપક પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં માર્ગો તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ચેન્નાઈમાં 81 લોકોને બહાર કાઢીને આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદના કારણે અને પાણી ભરાવાના કારણે રેલવે તંત્ર પણ પ્રભાવિત થયું છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણને કારણે ચેન્નાઈમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ નોંધાયો હતો. ચાર જિલ્લામાં આગામી બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે એનડીઆરએફની ટીમ તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ અને મદુરાઈમાં તૈનાત છે. કહેવામાં આવી રહ્યું છે કે 6 વર્ષ બાદ ચેન્નાઈમાં આટલો ભારે વરસાદ નોંધાયો છે.

આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કહ્યું કે, 'તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સાથે વાત કરી અને રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. કેન્દ્ર વતી બચાવ અને રાહત કાર્યમાં શક્ય તમામ સહકાર આપવાનું વચન આપ્યું હતું.' રવિવારે મુખ્યમંત્રીએ પરમબુર બેરેક રોડ, ઓત્રી પુલ અને પાડીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

Next Story