Connect Gujarat
દેશ

સત્તાની ખેંચતાણ : મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે વડોદરામાં મુલાકાત, વાંચો વધુ..!

સત્તાની ખેંચતાણ : મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે વડોદરામાં મુલાકાત, વાંચો વધુ..!
X

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ શાબ્દિક હવે યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. બળવાખોર જૂથે શિવસેના (બાલાસાહેબ)ના નામે નવા નામ પર નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. આ બાબતે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતું કે, શિવસેના બાલાસાહેબની છે. કોઈને પણ બાલાસાહેબના નામનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.

છેલ્લા ઘણા દિવસથી મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ વચ્ચે બળવાખોર જૂથે રાજકીય ગઠબંધન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શુક્રવારે મોડી રાત્રે એકનાથ શિંદે ગુવાહાટીથી ઈન્દોર થઈ વડોદરા આવ્યા હતા, જ્યાં તેમની મુલાકાત મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ સાથે થઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વડોદરામાં ફડણવીસ સાથેની મુલાકાત પછી શિંદે મોડી રાત્રે જ ગુવાહાટી પરત ફર્યા હતા. તો ગત શનિવારે સવારે શિંદે જૂથે દાવો કર્યો કે તેમની પાસે 38 ધારાસભ્યોનું સમર્થન છે, જેનાથી પક્ષપલટાનો કાયદો તેમના પર લાગુ નથી થતો. જોકે, એકનાથ શિંદેએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, પ્રિય શિવસૈનિક, સારી રીતે સમજો, મહાવિકાસ અઘાડી (MVA)ની રમતને ઓળખો..! હું શિવસેના અને શિવસૈનિકોને MVAના અજગરના ભરડામાંથી મુક્ત કરાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. આ લડાઈ શિવસૈનિકોના ફાયદા માટે છે. પોલિટિકલ ડ્રામાના પાંચમા દિવસે એટલે કે, ગત શનિવારે શિવસેનાના કાર્યકર્તાઓ હિંસા કરી. શિવસૈનિકે પહેલાં પુણેમાં બળવાખોર તાનાજી સાવંતના ઘરે તોડફોડ કરી હતી. જે બાદ શિંદેના પુત્ર તેમજ કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેની ઓફિસ ખાતે પણ પથ્થરમારો થયો હતો.

Next Story