Connect Gujarat
દેશ

કાશ્મીરમાં 370 નાબૂદીની બીજી વરસી પહેલા આતંકી હુમલો, પોલીસકર્મી સહિત 3 નાગરિકો ઘાયલ

કાશ્મીર જિલ્લાના સિરાજ ખાનયારમાં એક રાજકીય દળના નેતાની પોલીસ સુરક્ષા પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 3 લોકોને ઈજા પહોંચી છે

કાશ્મીરમાં 370 નાબૂદીની બીજી વરસી પહેલા આતંકી હુમલો, પોલીસકર્મી સહિત 3 નાગરિકો ઘાયલ
X

કાશ્મીર જિલ્લાના સિરાજ ખાનયારમાં એક રાજકીય દળના નેતાની પોલીસ સુરક્ષા પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 3 લોકોને ઈજા પહોંચી છે. હુમલા બાદ આખા વિસ્તારની ઘેરાબંધી કરીને ફરાર થયેલા આતંકીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. આ હુમલો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીના બે વર્ષ પૂર્ણ થતા પહેલા થયો હતો. જમ્મુ કાશ્મીરમાંથી 5 ઓગસ્ટે કલમ 370 નાબૂદ કરાઈ હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખાનયારમાં આતંકીઓએ પોલીસ દળ પર ગોળીબાર કર્યો હતો જેમાં એક પોલીસને પેટમા ગોળી વાગી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મંગળવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાના એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના ચાંદજી વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો. આ વખતે આંતરરાષ્ટ્રીય સીમા પર બનિયાડીમાં સેનાના કેમ્પ નજીક ડ્રોન દેખાયું હતું. સુરક્ષા જવાનો સતર્ક થઈ ગયા હતા અને ડ્રોનને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઉંચાઈ અને અંધારૂ હોવાથી ડ્રોન સીમા તરફ પરત ફર્યું હતું.

જમ્મૂ કાશ્મીરના સાંબામાં ફરીથી 4 શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. 500 મીટરની ઉંચાઈએ આ ડ્રોન આર્મી કેમ્પસની આસપાસ રાતે 9.30 વાગે જોવા મળ્યા. જમ્મૂ કાશ્મીરમાં ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા છે. સાંબા સેક્ટરમાં 4 શંકાસ્પદ ડ્રોન જોવા મળતા ખળભળાટ મચ્યો છે. આર્મી કેમ્પસમાં ઉડતા ડ્રોન રાતે 9.30ની આસપાસ જોવા મળ્યા. તેની ઉંચાઈ 500 મીટરની હતી. પાકિસ્તાન પોતાની હરકતોને છોડી રહ્યું નથી. ઘૂસપેઠમાં નાકામ રહ્યા બાદ તેણે જમ્મૂ કાશ્મીરમાં કેટલાક મહિનાથી ડ્રોનની ગતિવિધિને વેગ આપ્યો છે. જેના ભાગરૂપે 4 ડ્રોન જમ્મૂના સાંબામાં રવિવારે રાતે જોવા મળ્યા હતા. આ પહેલા શનિવારે પણ 3 ડ્રોન જોવા મળ્યા હતા.

Next Story