Connect Gujarat
દેશ

દેવઘર રોપ વે અકસ્માતમાં ફસાયેલા લોકોને એરફોર્સે જીવનદાન આપ્યું, 40 લોકોને બચાવી લેવાયા,3ના મોત

આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકોને એરફોર્સના જવાનોએ નવજીવન આપ્યું છે.

દેવઘર રોપ વે અકસ્માતમાં ફસાયેલા લોકોને એરફોર્સે જીવનદાન આપ્યું, 40 લોકોને બચાવી લેવાયા,3ના મોત
X

ઝારખંડમાં કેબલ કારના અકસ્માત બાદ તેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એરફોર્સનું રેસ્ક્યુ ઓપરેશન હવે પૂરું થઈ ગયું છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકોને એરફોર્સના જવાનોએ નવજીવન આપ્યું છે. ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ ટેકરી પર કેબલ કારના આ અકસ્માતમાં બચાવ દરમિયાન હેલિકોપ્ટરમાંથી પડી જતાં એક પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું હતું.

આ ખતરનાક બચાવ કામગીરી હાથ ધરવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતું હતું. બે IAF હેલિકોપ્ટર અને ડઝનેક અધિકારીઓએ ઝારખંડના દેવઘર જિલ્લામાં ત્રિકુટ પહાડીઓને જોડતી કેબલ કારમાં લગભગ 40 કલાક સુધી હવામાં અટવાયેલા 40 લોકોને બચાવવા માટે જોખમી કામગીરીમાં ભાગ લીધો હતો. દેવઘરના ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના, આર્મી, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની સંયુક્ત ટીમોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં આ રેસ્ક્યુ ઓપરેશનમાં સૌથી મોટી ભૂમિકા એરફોર્સે ભજવી હતી.

નોંધનીય છે કે રવિવારે બપોરે બાબા બૈદ્યનાથ મંદિર પાસે ત્રિકુટ ટેકરી પર રોપવેમાં ટેક્નિકલ ખામીના કારણે બે કેબલ કાર એકબીજા સાથે અથડાયા બાદ આ મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરમાંથી પડી જવાથી એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું.

Next Story