Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકારે વધુ એક કાર્યક્રમ હાથ ધર્યો, ટીબીને નાબૂદ કરવાની મોટી પહેલ

દેશમાંથી ટીબી જેવા ચેપી રોગનો સમૂળગો નાશ કરવા માટે વર્ષોથી કેન્દ્ર સરકારે પ્રોગ્રામ ચલાવી રહી છે

કેન્દ્ર સરકારે વધુ એક કાર્યક્રમ હાથ ધર્યો, ટીબીને નાબૂદ કરવાની મોટી પહેલ
X

દેશમાંથી ટીબી જેવા ચેપી રોગનો સમૂળગો નાશ કરવા માટે વર્ષોથી કેન્દ્ર સરકારે પ્રોગ્રામ ચલાવી રહી છે અને હવે આ દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક કાર્યક્રમ હાથ ધર્યો છે. 2025 સુધીમાં દેશમાંથી ટીબીના રોગને જડમૂળથી સફાયો કરવા માટે સરકાર ટૂંક સમયમાં એક પ્રોગ્રામ શરૂ કરી રહી છે. જે હેઠળ લોકો અને સંસ્થાઓ બ્લોક, વોર્ડ અને દર્દીઓને અંગત રીતે સ્વીકારી શકશે અને ટીબીના દર્દીઓને ન્યુટ્રીશનલ ટ્રીટમેન્ટ અને વોકેશનલ સપોર્ટ પૂરો પાડશે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે. સરકારે પત્રમાં રાજ્યો જિલ્લા અને બ્લોક લેવલે મિશન મોડમાં ટીબીના દર્દીઓને કમ્યુનિટી સપોર્ટ પૂરો પાડવા માટેની તૈયારીઓ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. તમામ રાજ્યો સાથે કેન્દ્ર દ્વારા શેર કરવામાં આવેલા ગાઈડન્સ ડોક્યુમેન્ટમાં એવું જણાવાયું છે કે એવા તમામ ટીબીના દર્દીઓ જેમને ટીબી છે અને જેમની સારવાર હજુ સુધી અપડેટ કરાઈ નથી તેમને હાલના ટીબીના દર્દી તરીકે ગણવામાં આવશે અને કેન્દ્રની નવી પહેલ હેઠળ કમ્યુનિટી સપોર્ટ મેળવવાની મંજૂરી માટે તેમનો સંપર્ક સાધવામાં આવશે. કમ્યુનિટી સપોર્ટ પ્રોગ્રામ હેઠળ ટીબીના દર્દીઓને એવી ચોઈસ આપવામાં આવશે કે તે પ્રોગ્રામ હેઠળ નોંધાવવા માગે છે કે નહીં અને જો તે નોંધાવા માગતા હોય તો તેમને હાલમાં મળતી સેવાઓ પર કોઈ અસર નહીં થાય. ત્યાર બાદ હેલ્થ વર્કર દર્દીઓ પાસેથી મંજૂરી માગશે અને તેમને એક ફોર્મ ભરવા આપશે. આ પ્રોગ્રામ હેઠળ દર્દીઓને એક વર્ષ સુધી સારવાર આપવામાં આવશે

Next Story