Connect Gujarat
દેશ

આ રાજ્યના મુખ્યપ્રધાને એક નિર્ણય લીધો અને પેટ્રોલ થયું 3 રૂપિયા સસ્તું

તમિલનાડુ સરકારે પેટ્રોલ ટેક્સ 3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની મોટી જાહેરાત કરી છે.

આ રાજ્યના મુખ્યપ્રધાને એક નિર્ણય લીધો અને પેટ્રોલ થયું 3 રૂપિયા સસ્તું
X

તમિલનાડુમાં વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. રાજ્યના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ ત્યાગરાજને રાજ્યના ઇતિહાસમાં પોતાનું પ્રથમ ઇ-બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે પેટ્રોલ ટેક્સ 3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની મોટી જાહેરાત કરી છે. તેના કારણે રાજ્યને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ સિવાય બજેટમાં મહિલા સરકારી કર્મચારીઓની પ્રસૂતિ રજા 9 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવી છે. 500 કરોડના ખર્ચે સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જની સ્થાપના કરવામાં આવશે. રાજ્યના તમામ સ્વનિર્ભર જૂથોને 20,000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માંર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

Next Story