Connect Gujarat
દેશ

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મંથન શરૂ, દેશને મળી શકે પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ !

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને દેશમાં મંથન શરૂ થઈ ગયું છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મંથન શરૂ, દેશને મળી શકે પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ !
X

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને દેશમાં મંથન શરૂ થઈ ગયું છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના તમામ સમીકરણોની સાથે ભાજપની નજર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર પણ છે. આવી સ્થિતિમાં ભાજપ પ્રમુખ પદ માટે આદિવાસી ઉમેદવારને મેદાનમાં ઉતારવાની વિચારણા કરી રહી છે. જો આમ થશે તો દેશને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળશે. તાજેતરમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે આયોજિત બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

Next Story