Connect Gujarat
દેશ

8મી નવેમ્બરે રાત્રે 8 કલાકે નંખાયો હતો ડીજીટલ અર્થવ્યવસ્થાનો પાયો, નોટબંધીને 5 વર્ષ પુર્ણ

આજે આપણા મોટાભાગના આર્થિક વ્યવહારો ડીજીટલ બની ચુકયાં છે અને આ ડીજીટલ ક્રાંતિનો પાયો આજે 8મી નવેમ્બરના રોજ નંખાયો હતો

8મી નવેમ્બરે રાત્રે 8 કલાકે નંખાયો હતો ડીજીટલ અર્થવ્યવસ્થાનો પાયો, નોટબંધીને 5 વર્ષ પુર્ણ
X

આજે આપણા મોટાભાગના આર્થિક વ્યવહારો ડીજીટલ બની ચુકયાં છે અને આ ડીજીટલ ક્રાંતિનો પાયો આજે 8મી નવેમ્બરના રોજ નંખાયો હતો. 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ કરેલાં સંબોધનમાં નોટબંધીની જાહેરાત કરી હતી.


દેશમાં 2014માં યોજાયેલી લોકસભાની ચુંટણી દરમિયાન સત્તા પરિવર્તન થયું હતું. યુપીએના બદલે એનડીએની સત્તા આવી હતી અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આરૂઢ થયાં... 2014 બાદ દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યાં અને તેમાં સૌથી મોટુ પરિવર્તન એટલે નોટબંધી.. 2016ના રોજ જનજીવનની ગાડી રાબેતા મુજબ ચાલી રહી હતી અને સાંજ થતાં સમાચાર આવ્યાં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. રાત્રે 8 વાગતાંની સાથે લોકો ટેલીવિઝન સેટ સામે ગોઠવાય ગયાં અને વડાપ્રધાને ભારતીય ચલણમાંથી 500 તથા 1,000ના દરની નોટો રદ કરવાની જાહેરાત કરી...

હવે જાણીએ નોટબંધીનો વિચાર કયાંથી આવ્યો.. 8મી નવેમ્બર 2016ની મધરાતથી કેન્દ્ર સરકારે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. નોટો બંધ કરવાની જાહેરાત કરી એનાં ત્રણ વર્ષ પહેલાં પુણેના અર્થક્રાંતિ પ્રતિષ્ઠાનના અનિલ બોકિલે ભાજપના નેતાઓને નોટબંધીનું પ્રપોઝલ કરવામાં આવ્યું હતું. એ સમયે મોદી ગુજરાતના સીએમ હતા. નોટબંધીનો પ્રસ્તાવ જાણ્યા બાદ નરેન્દ્ર મોદીએ એમાં રસ દાખવ્યો અને પૂરા 2 કલાક સુધી ચર્ચા કરી હતી.

હવે જોઇએ નોટબંધી બાદ શું થયું.. અચાનક નોટબંધીની જાહેરાત થતાંની સાથે લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને સૌથી પહેલાં લોકો જુની ચલણી નોટોથી પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે દોડયાં અને પેટ્રોલપંપો પર લોકોની કતાર લાગી હતી. બીજા દિવસે બેંકો પણ બંધ રહેતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.. જુની ચલણી નોટોના બદલામાં સરકારે 2,000 રૂપિયાની નવી નોટ બહાર પાડી.. આજે ભારતીય ચલણમાં નવી નોટો જોવા મળી રહી છે.

આજે લગભગ સમગ્ર વિશ્વમાં ડિજિટલ અર્થતંત્રનું વર્ચસ્વ છે, જેને કારણે ભારત આજે પ્રગતિ કરી રહ્યું છે અને હાલમાં તેની સ્થિતિ પહેલાં કરતાં ઘણી સારી છે. ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા હોવાને કારણે વિદેશમાંથી જંગી માત્રામાં FDI આવી રહ્યું છે. આ ઉપરાંત સામાન્યમાં સામાન્ય માનવી હવે ડીજીટલ અર્થવ્યવસ્થાનો ભાગ બની ચુકયો છે. લારીથી માંડી મોલ સુધી કેશલેસ પેમેન્ટ કરવામાં આવી રહયું છે. ગુગલ પે, પેટીએમ, ફોન પે સહિતના શબ્દો હવે લોકોના મુખેથી સાંભળવા મળી રહયાં છે. નોટબંધી દરમિયાન અનેક યાતનાઓ લોકોએ વેઠી હતી પણ ભારતીય અર્થવ્યવસ્થા આજે ઝડપથી આગળ વધી રહી છે અને દેશના મોટા ભાગના નાગરિકો હવે બેંક ખાતા ધરાવતાં થઇ ગયાં છે.

Next Story