Connect Gujarat
દેશ

દેશમાં કાર ચાલકો માટે સરકાર લાવી રહી છે નવો નિયમ, વાંચો વધુ..!

આપણા દેશમાં ડ્રાઇવર સીટ પર બેસનાર અને તેની બાજુમાં બેઠા હોય તેઓએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે.

દેશમાં કાર ચાલકો માટે સરકાર લાવી રહી છે નવો નિયમ, વાંચો વધુ..!
X

આપણા દેશમાં ડ્રાઇવર સીટ પર બેસનાર અને તેની બાજુમાં બેઠા હોય તેઓએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. પરંતુ હવે આગામી દિવસોમાં કારમાં પાછળ બેસનાર લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજિયાત થવા જઈ રહ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ છે કે, સરકાર ટૂંક સમયમાં કાર નિર્માતાઓ માટે પાછળની સીટની મધ્યમાં બેઠેલા પેસેન્જર સહિત તમામ કારની સીટો પર માત્ર ત્રણ પોઈન્ટ સીટ બેલ્ટ આપવાનું ફરજિયાત બનાવશે.

હાલમાં દેશમાં ઉત્પાદિત મોટાભાગની કારમાં માત્ર આગળના ભાગમાં ત્રણ-પોઇન્ટ સીટબેલ્ટ અને બે પાછળની સીટ હોય છે. જેને Y-આકારના બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આ કારોની પાછળની સીટમાં માત્ર બે-પોઇન્ટ અથવા લેપ સીટબેલ્ટ હશે. જેમ કે, એરક્રાફ્ટ સીટમાં હોય છે, જે લેપ ઉપર લંબાય છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય લગભગ એક મહિનામાં નોટિફિકેશન જારી કરે તેવી શક્યતા છે. ત્યારબાદ લોકો પાસેથી સૂચનો માંગવામાં આવશે. સરકાર ભારતમાં ઉત્પાદિત પેસેન્જર કારના સલામતી રેટિંગમાં સુધારો કરવા માગે છે.

મંત્રાલયે શોધી કાઢ્યું હતું કે, કેટલાક મોડલને બાદ કરતાં ભારતમાં કોઈપણ વાહનમાં પાછળના મધ્યમ મુસાફર માટે ત્રણ-પોઈન્ટ સીટબેલ્ટ નથી, તેમની પાસે ફક્ત એક જ લેપ બેલ્ટ છે. જે અકસ્માતની ઘટનામાં ભાગ્યે જ અસરકારક હોવાનું અમને જણાયું છે. આમ મુસાફરોને મોટા જોખમમાં મૂકે છેથ્રી-પોઇન્ટ સીટબેલ્ટ વૈજ્ઞાનિક રીતે બે-પોઇન્ટ બેલ્ટ કરતાં વધુ સુરક્ષિત હોવાનું સાબિત થયું છે. કારણ કે, તે અથડામણ દરમિયાન છાતી, ખભા અને શરીરની ઊર્જાને વધુ સમાનરૂપે ફેલાવે છે. પરિણામે ઓછી ઇજાઓ થાય છે. એક રિપોર્ટના અહેવાલ મુજબ, ઓટોમેકર વોલ્વોએ 3 પોઈન્ટ સીટ બેલ્ટ વિકસાવ્યા અને ઓગસ્ટ 1959માં તેમની કારમાં તત્કાલીન પેટન્ટ સીટ બેલ્ટ રજૂ કર્યા છે. જોકે, કંપનીએ જાહેર સુરક્ષાના હિતમાં પેટન્ટ પાછી ખેંચી લીધી હતી.

Next Story