Connect Gujarat
દેશ

દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે,96 ટકાથી વધુ પ્રમાણમાં વરસી શકે છે વરસાદ,વાંચો કોણે કરી આગાહી

હવામાનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સ્કાઈમેટ વેદર તરફથી 2022 માટે જાહેર કરવામાં આવેલા પ્રારંભિક પૂર્વાનુમાન મુજબ છેલ્લા કેટલાય વર્ષોની માફક આ વર્ષે પણ દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે.

દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે,96 ટકાથી વધુ પ્રમાણમાં વરસી શકે છે વરસાદ,વાંચો કોણે કરી આગાહી
X

હવામાનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સ્કાઈમેટ વેદર તરફથી 2022 માટે જાહેર કરવામાં આવેલા પ્રારંભિક પૂર્વાનુમાન મુજબ છેલ્લા કેટલાય વર્ષોની માફક આ વર્ષે પણ દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. વરસાદ 96થી 104 ટકા રહી શકે છે. સ્કાઈમેટ વેદરનું હવામાન વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તન વિભાગના અધ્યક્ષ જીપી શર્માએ કહ્યું કે, ચાર મહિનાના લાંબા ચોમાસા દરમિયાન મોટા ઉતાર-ચડાવ જોવા મળશે. પ્રારંભિક પૂર્વાનુમાનના આધારા પર ઠીક ઠીક અંદાજ લગાવવો અઘરો છે.

આગામી એપ્રિલમાં આ બાબતે વિસ્તૃત રિપોર્ટ જાહેર કરવામાં આવશે. સ્કાઈમેટના જણાવ્યા અનુસાર છેલ્લા બે ચોમાસાની સિઝન બાદ થનારી લા નીનાની ઘટનાથી પ્રભાવિત રહ્યા. જો કે, હવે આ ફેરફાર ઓછો થતો જોઈ શકાય છે. તેનો અર્થ એ છે કે, 2022ના ચોમાસાના સમયગાળમાં લા નીનાનો પ્રભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે. ભૂમધ્ય રેખિય પ્રશાંત મહાસાગારમાં સમુદ્રની પરત પર તાપમાનની નકારાત્મક સ્થિતીઓ નબળી થઈ રહી છે. પ્રશાંત મહાસાગરની આ સ્થિતીઓ ખરાબ ચોમાસાની સંભાવના જણાવે છે. પણ તટસ્થ સરહદોની અંદર સામાન્ય અથવા વધારે વરસાદનું કારણ બની શકે નહીં. જીપી શર્માના જણાવ્યા અનુસાર 2022 અને 2021 દરમિયાન એક બાદ એક લા નીનાનું અવલોકન કર્યા બાદ સાંખ્યિકીય રીતથી આવી એક વધું ઘટનાની આશા વ્યક્ત કરી શકાય નહીં. ભૂમધ્ય રેખિય પ્રશાંત વિસ્તારમાં સમુદ્રની પરતનું તાપમાન ફટાફટ વધવાના અણસરા છે. જેનાથી લા નીના ચાલુ રહેવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેમણે આગળ કહ્યું કે, આગામી સ્પ્રિંગ બૈરિયર દરમિયાન અલ નીનો સાદર્ન ઓસિલેશનની સંભાવના પણ ઓછી થઈ જાય છે અને કેટલીય વાર અસ્થિર પરિસ્થિતી તરફ લઈ જાય છે આ તમામ ઘટનાઓ અમારા એપ્રિલના પૂર્વાનુમાનમાં શામેલ હશે.

Next Story