Connect Gujarat
દેશ

રિક્ષા ચાલક દંડ ભરવા દીકરાની પિગી બેન્ક લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો

કેટલાક ખૂબ જ પ્રમાણિક પોલીસ અધિકારીઓ પોતાની સમજણથી માનવતાને જીવંત રાખે છે.

રિક્ષા ચાલક દંડ ભરવા દીકરાની પિગી બેન્ક લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો
X

સામાન્ય રીતે પોલીસકર્મીઓની ઓળખ એક કડક અધિકારી તરીકે થતી હોય છે. દરેક વ્યક્તિ પોલીસના આ વલણથી પરિચીત પણ છે. પરંતુ કેટલાક ખૂબ જ પ્રમાણિક પોલીસ અધિકારીઓ પોતાની સમજણથી માનવતાને જીવંત રાખે છે. આના ઘણા ઉદાહરણો આવારનવાર આપણી સામે આવતા હોય છે.મહારાષ્ટ્રના નાગપુરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ હૃદયસ્પર્શી કાર્ય કર્યું છે. હાલ સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે. કિસ્સો એવો છે કે, સીતાબુલ્દી ટ્રાફિક વિસ્તારમાં એક રિક્ષા ચાલકે ટ્રાફિકનું ઉલ્લંઘન કર્યું.

જેના કારણે વરિષ્ઠ પોલીસ અધિકારી અજય માલવિયાએ ઓટોવાલાને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય અમિત માલવિયાએ રિક્ષા ચાલકની રિક્ષા પણ જપ્ત કરી લીધી હતી. પૈસાના અભાવે રિક્ષા ચાલક તેના પુત્રની પિગી બેંક સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને દંડ ભરવાનું શરૂ કર્યું. અજય માલવિયાના હ્રદયને આ વાત ખૂબ સ્પર્શી ગઈ. તેણે પોતે આ વ્યક્તિ માટે પૈસા આપીને દંડ ભરી આપ્યો હતો. નાગપુર પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ આ ઘટના શેર કરી છે.8 ઓગસ્ટના રોજ આ રિક્ષા ચાલકને મેમો આવ્યો હતો કારણ કે તેણે નો પાર્કિંગમાં પોતાની રિક્ષા પાર્ક કરી હતો. લોકડાઉનને કારણે રોહિત પાસે પૈસા નહોતા. તેથી તે પૈસા ચૂકવવામાં અસમર્થ હતો. મહત્વનું છે કે, અજય માલવિયા જેવા અધિકારીઓ જ પોલીસનું સન્માન વધારશે.

Next Story