Connect Gujarat
દેશ

દેશમાં વધુ એક વાવાઝોડાનો ખતરો; 3 રાજ્યમાં અપાયું હાઈ એલર્ટ

વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે

દેશમાં વધુ એક વાવાઝોડાનો ખતરો; 3 રાજ્યમાં અપાયું હાઈ એલર્ટ
X

દેશના પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે, આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.


બંગાળની ખાડીમાં જે નવા વાવાઝોડાનો ખતરો છે તે ગુલાબ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે અને જૉ આ પ્રેશર વાવાઝોડામાં ફેરવાય તો સીધું જ ઓડિશા અને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે. અતિભારે વરસાદની આગાહી દરિયામાં થઈ રહેલ આ ઘટનાને જોતા કોલકાતા, મિદનાપુર, 24 પરગણા સહિત આખા બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD અલર્ટ આપતા કોલકાતા પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કરી દીધું છે અને બધા જ પોલીસ સ્ટેશનને હાઇ એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે. આંધ્રપ્રદેશ, ઓડિશા અને બંગાળના દરિયા કિનારા પર એલર્ટ લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શનિવારે જ આ રાજ્યોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Story