Connect Gujarat
દેશ

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ, સરકાર 30 બિલ રજૂ કરશે...

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે. માનવામાં આવી રહ્યુ છે કે, સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે.

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ,  સરકાર 30 બિલ રજૂ કરશે...
X

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે. માનવામાં આવી રહ્યુ છે કે, સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. શિયાળુ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીએ બેઠકમાંથી વોકઆઉટ કર્યું અને વિપક્ષે બેઠકમાં હાજરી ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.

કેન્દ્ર સરકાર લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદારદ કરવાનુ બિલ મુકે તેવી પણ શક્યતા છે. સાથે સાથે ક્રિપ્ટોકરન્સી અંગેના બિલનો પણ સમાવેશ થાય છે. જેમાં તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી પર બેન મુકવાનો પ્રસ્તાવ છે. આ સાથે આ સત્રમાં ઈલેક્ટ્રિસિટી સેક્ટરમાં સ્પર્ધા વધે તે માટે અને ગ્રાહકોને વધારે વિકલ્પ મળે તે માટેનું બિલ પણ મુકવામાં આવશે.જેમાં ખાનગી કંપનીઓને મંજૂરી આપવાનો પ્રસ્તાવ હોવાનુ કહેવાઈ રહ્યુ છે. જેમાં પેન્શન, ઈલેક્ટ્રીસિટિ, બેન્કિંગ અને આર્થિક ક્ષેત્રે સુધારા કરવા માટેના બિલ સામેલ છે.લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે, આ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યુ હતું કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે. વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે. સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.

Next Story