Connect Gujarat
દેશ

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત ! 24 ક્લાકમાં 47 હજારથી વધુ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત ! 24 ક્લાકમાં 47 હજારથી વધુ કેસ નોંધાયા
X

ગત 24 કલાકમાં એક વાર ફરીથી કોરોનાના નવા મામલા 47 હજારને પાર થઈ ગયા છે. ત્યારે લગભગ 500 દર્દીઓને સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પહેલા બુધવારે કોરોનાના નવા મામલા 40 હજારથી વધારે હતા. ચિંતાની વાત એ છે કે હવે સાજા થનારાની સંખ્યા નવા કેસ કરતા ઓછી છે અને ત્યારે એક્ટિવ કેસ પણ સતત વધવા લાગ્યા છે. તાજા આંકડા મુજબ એક દિવસમાં દેશમાં કોરોનાના 47 હજાર 92 નવા મામલા આવ્યા છે. દેશમાં એક્ટિવ મામલાની સંખ્યા પણ વધીને 3 લાખ 583 પર પહોંચી ગયા છે.

આ સમયમાં 35 હજાર 181 દર્દી સાજા થયા છે. જો સોમવારને છોડી દેવામાં આવે તો 8માંથી 7 દિવસ ભારતમાં કોરોનાના 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના નવા મામલા 13 ઓગસ્ટને 40 હજારથી નીચે થયા હતા અને 24 ઓગસ્ટ સુધી સિલસિલા જારી રહ્યો. હજું પણ કેરળ મહામારીથી સૌથી પ્રભાવિત રાજ્ય છે અને દેશના કુલ મામલામાં 70 ટકાથી વધારે કેસ કેરળમાંથી છે.

બુધવારે પણ રાજ્યમાં કોરોનાના 32 હજાર 803 નવા મામલા આવ્યા છે. જે કુલ નવા મામલામાં 72 ટકા છે. ગત 7માંથી 5 દિવસ કેરળમાં કોરોનાના 30 હજારમાંથી વધારે મામલા આવ્યા છે. દેશના બીજા સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 4 હજાર 456 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના નવા મામલામાં સામાન્ય વધારો નોંધાયો છે. તમિલનાડુમાં સમગ્ર અઠવાડિયાએ કોરોનાના નવા મામલા 1500ની આસપાસ રહ્યા છે. ત્યારે આંધ્ર પ્રદેશ આ યાદીમાં ચોથા નંબર પર છે અને અહીં 1100થી 1500 ની વચ્ચે નવા મામલા આવી રહ્યા છે. ત્યારે કર્ણાટક 5મું સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય છે. જ્યાં નવા કેસ 1200ની આસપાસ નોંધાયા છે.

Next Story