Connect Gujarat
દેશ

દુખદ દુઘર્ટના : અરૂણાચલમાં હિમસ્ખલનમાં ફસાયેલા સાત ભારતીય સૈનિકો શહીદ

દેશના સીમાડાઓ સાચવી રહેલાં સાત ભારતીય સૈનિકોના મોતના સમાચાર સામે આવ્યાં છે. અરૂણાચલના કામેંગ સેકટરમાં હિમ સ્ખલનમાં ફસાયેલા જવાનોના મૃતદેહો બચાવ ટુકડીને મળી આવ્યાં છે.

દુખદ દુઘર્ટના : અરૂણાચલમાં હિમસ્ખલનમાં ફસાયેલા સાત ભારતીય સૈનિકો શહીદ
X

દેશના સીમાડાઓ સાચવી રહેલાં સાત ભારતીય સૈનિકોના મોતના સમાચાર સામે આવ્યાં છે. અરૂણાચલના કામેંગ સેકટરમાં હિમ સ્ખલનમાં ફસાયેલા જવાનોના મૃતદેહો બચાવ ટુકડીને મળી આવ્યાં છે. ભારતીય સેનાની એક ટુકડી રવિવારના રોજ હિમ સ્ખલનમાં ફસાઇ ગયા બાદ લાપત્તા બની હતી.

અરૂણાચલના કામેંગ સેકટરમાં છેલ્લા ઘણા સમયથી હિમ વર્ષા થઇ રહી છે. સરહદ પર પેટ્રોલિંગ કરી રહેલી સેનાના જવાનોની એક ટુકડી રવિવારના રોજ હિમ સ્ખલનમાં ફસાઇ હતી. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તપાસ અને બચાવ અભિયાન પૂરું થઈ ગયું છે અને તમામ સાત જવાનોના મૃતદેહ હિમસ્ખલનની જગ્યાએથી મળી આવ્યા છે. આ કમનસીબ બાબત છે કે અમારાથી શક્ય તમામ પ્રયત્નો કરવા આવવા છતાં જવાનોની બચાવી શકાયા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએ હિમસ્ખલનનો જવાનો ભોગ બન્યા હતા તે જગ્યા સમુદ્રની સપાટીથી 14,500 ફૂટની ઊંચાઈ પર આવેલી છે અને છેલ્લા કેટલાક દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી હતી. બીજી તરફ સરકારનો દાવો છે કે, ઉંચાઈવાળા વિસ્તારોમાં સામેલ તમામ સશસ્ત્ર દળોને ખાસ તાલીમ આપવામાં આવે છે. જેમા તેમને પર્વતીય શિલ્પ, બરફ શિલ્પ અને પહાડોમાં હિમાચ્છાદિત વિસ્તારોમાં જીવિત રહેવાની અને હિમસ્ખલન જેવી કોઈ પણ ઘટનાનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવે છે, જેથી પેટ્રોલિંગ સમયે આપદાની સ્થિતિનો સામનો કરી શકાય.

Next Story