Connect Gujarat
દેશ

કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર,UKએ 6 દેશોના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ

દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટનો કેસ મળ્યા બાદ વિશ્વભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર,UKએ 6 દેશોના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ
X

દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટનો કેસ મળ્યા બાદ વિશ્વભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે. દેશના વાયરોલોજિસ્ટ ટ્યુલિયો ડી ઓલિવેરાએ ગુરુવારે મીડિયાને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં મલ્ટીપલ મ્યુટેશન વાળો કોવિડ વેરિયન્ટ સામે આવ્યો છે. આ પછી યુનાઇટેડ કિંગડમ (UK)એ 6 આફ્રિકન દેશોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી છે.યુકેના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ ફ્લાઈટ્સ કેન્સલ થવાની માહિતી આપી હતી. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઈમરજન્સી બેઠક બોલાવી છે.જાવિદે એક ટ્વિટમાં કહ્યું, 'UKHANA નવા સંસ્કરણની તપાસ કરી રહ્યું છે અને વધુ ડેટાની જરૂર છે, પરંતુ અમે હજી પણ સાવચેતી રાખી રહ્યા છીએ.' જાવિદે વધુમાં કહ્યું, 'શુક્રવાર બપોરે થી છ આફ્રિકન દેશો રેડ લિસ્ટમાં ઉમેરવામાં આવશે. ફ્લાઈટ્સ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવશે અને યુકેના મુસાફરોએ ક્વોરેન્ટાઇન રહેવું પડશે વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિયન્ટનું નામ B.1.1.529 રાખ્યું છે અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન કહ્યું છે. આ ઉપરાંત WHOની ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી છે. ઓલિવેરાએ વધુમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં નવા કોરોના દર્દીઓની સંખ્યા વધવા પાછળનું સૌથી મોટું કારણ મલ્ટીપલ મ્યુટેશન વાળો વેરિયન્ટ જ છે.કેની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'વેરિયન્ટમાં મોટી સંખ્યામાં સ્પાઇક પ્રોટીન મ્યુટેશન તેમજ વાયરલ જીનોમના અન્ય ભાગોમાં મ્યુટેશન સામેલ છે. આ સંભવિત જૈવિક રીતે મહત્વપૂર્ણ મ્યુટેશન છે જે રસીઓ, સારવાર અને ટ્રાન્સમિશનના સંદર્ભમાં વાયરસના વર્તનને બદલી શકે છે. તેની વધુ તપાસની જરૂર છે

Next Story