Connect Gujarat
દેશ

કૃષિ કાયદા રદ કરવા બાબતે કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર થયા ભાવુક,કહ્યું લાભ સમજાવવામાં અમે સફળ ન રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન આપતા ત્રણેય કૃષિ કાયદાઓ રદ કર્યા હતા. જેને લઈને વિપક્ષ દ્વારા પહેલા નિવેદનો

કૃષિ કાયદા રદ કરવા બાબતે કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર થયા ભાવુક,કહ્યું લાભ સમજાવવામાં અમે સફળ ન રહ્યા
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન આપતા ત્રણેય કૃષિ કાયદાઓ રદ કર્યા હતા. જેને લઈને વિપક્ષ દ્વારા પહેલા નિવેદનો આપવામાં આવ્યા હતા. પરંતુ આ કૃષિ કાયદાઓ રદ થયા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કહેવામાં આવ્યું કે અમને એ વાતનું દુખ છે કે અમે નવા કાયદાઓના લાભ ખેડૂતોને સમજાવવામાં સફળ ન રહ્યા. વધુમાં તેમણે કહ્યું કે 2014માં મોદી સરકાર આવ્યા પછી તેમણે ખેડૂતો માટે સૌથી પહેલા વિચાર્યું છે. છેલ્લા 7 વર્ષોમાં ખેતીને લાભ થાય તેવી ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી જગતના તાતને ફાયદો થાય. સમગ્ર મામલે નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કૃષિ સુધારની દ્રષ્ટીએ આ ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા હતા. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે અમને એ વાતનું સૌથી વધારે દુખ છે. અમે અમુક ખેડૂતોને આ કાયદાઓના લાભ ન જણાવી શક્યા. સાથેજ તેમણે કહ્યું અમે ઘણી વખત ખેડૂતોને આ કૃષિ કાયદાના ફાયદાઓ સમજાવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ અમે તેમા સફળ ન રહ્યા. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આજે વડાપ્રધાન મોદીએ પણ સંબોધન આપતા એવુંજ કહ્યું હતું કે કૃષિ અર્થશાસ્ત્રિઓને , વૈજ્ઞાનિકોએ તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ કૃષિ કાયદાનું મહત્વ સમજવવાવ ગમા પ્રયાસો કર્યા પરંતું અમે સફળ ન થયા. જેના કારણે આજે અમે આ કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથેજ જે ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં ધરણા પર બેઠા હતા. તેમને પરત ઘરે જવા પણ અપીલ કરી હતી.

Next Story