Connect Gujarat
દેશ

UP ELECTION: મુખ્યમંત્રી યોગી ગોરખપુર શહેરથી અને Dy CM કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુથી ચૂંટણી લડશે,ભાજપે જાહેર કરી યાદી

યુપી ચૂંટણી 2022 માટે બીજેપી ઉમેદવારોની યાદી: દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે.

UP ELECTION: મુખ્યમંત્રી યોગી ગોરખપુર શહેરથી અને Dy CM કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુથી ચૂંટણી લડશે,ભાજપે જાહેર કરી યાદી
X

યુપી ચૂંટણી 2022 માટે બીજેપી ઉમેદવારોની યાદી: દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપે લગભગ 170 બેઠકો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી.ભાજપે પ્રથમ તબક્કાની 58 બેઠકોમાંથી 57 અને બીજા તબક્કાની 55 બેઠકોમાંથી 48 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

CM યોગી આદિત્યનાથ ગોરખપુર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. સિનિયર નેતા કેશવપ્રસાદ મૌર્ય પણ પ્રયાગરાજ જિલ્લાનાં સિરાથુ બેઠક પરથી ચૂંટણી લડશે એવી જાહેરાત સિનિયર ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુપી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 58 માંથી 57 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી. આ સિવાય બીજા તબક્કા માટે 55માંથી 48 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આજે 107 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ 107 બેઠકોમાંથી 83 પર ભાજપના ધારાસભ્યો હતા.63 ધારાસભ્યોને BJP એ પુનરાવર્તિત કર્યા હતા અને 21 નવા ચહેરાઓને તક આપી.

Next Story
Share it