Connect Gujarat
દેશ

યુપી : હાથરસમાં ભયાનક માર્ગ અકસ્માત, ડમ્પરે કાવડીઓને કચડી નાખ્યા, છના મોત, બે ઘાયલ

યુપી : હાથરસમાં ભયાનક માર્ગ અકસ્માત, ડમ્પરે કાવડીઓને કચડી નાખ્યા, છના મોત, બે ઘાયલ
X

હાથરસ સદાબાદ માર્ગ પર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પાસે શુક્રવારે બપોરે 1:30 વાગ્યાની આસપાસ એક ડમ્પરે ગંગાજળ લઈને જઈ રહેલા 7 કંવરિયાઓને કચડી નાખ્યા હતા. જેમાંથી 6ના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગ્રાના એડીજી રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે અમને ડમ્પરના ચાલક વિશે માહિતી મળી છે. તે જલ્દી પકડાઈ જશે.

કહેવાય છે કે આ તમામ ગંગાજલ લઈને હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બે કાવડીઓને સારવાર માટે આગ્રા મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ એડીજી આગ્રા ઝોન અને આઈજી અલીગઢ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એવું કહેવાય છે કે અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બંગી ખુર્દ પોલીસ સ્ટેશન, ઉટિલા જિલ્લા, ગ્વાલિયર, મધ્યપ્રદેશના રહેવાસી છે.

Next Story