Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ: કોંગ્રેસનો મોટો દાવ,વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપવાની પ્રિયંકા ગાંધીની જાહેરાત

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીને લઈને કોંગ્રેસે માસ્ટર પ્લાન તેયાર કર્યો છે. કોંગ્રેસ દ્વારા 40 ટકા ટિકટો મહિલાઓને આપવામાં આવશે.

ઉત્તરપ્રદેશ: કોંગ્રેસનો મોટો દાવ,વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપવાની પ્રિયંકા ગાંધીની જાહેરાત
X

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીને લઈને કોંગ્રેસે માસ્ટર પ્લાન તેયાર કર્યો છે. કોંગ્રેસ દ્વારા 40 ટકા ટિકટો મહિલાઓને આપવામાં આવશે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા તેમણે એવું કહ્યું કે કોંગ્રેસના આ નિર્ણયને કારણે પીડિત મહિલાઓને ન્યાય મળશે. વધુમા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ નિર્ણય એ દરેક મહિલાઓ માટે છે કે જેઓ ઉત્તરપ્રદેશમાં બદલાવ ઈચ્છે . આ સાથેજ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં એવુ સૂત્ર આપ્યું કે લડકી હૂં લડ સકતી હૂં. જોકે કોંગ્રેસે ભલે મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાનો વાયદો કર્યો હોય પરંતુ તેમા મોટા ભાગની મહિલાઓ નેતાઓના પરિવારી છે. પ્રિયંકા ગાધીએ પણ તેમની પ્રેસ કોન્ફરન્સમાં પરિવારવાદનું સમર્થન કર્યું હતું.

જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમે નેતાઓના પરિવારની મહિલાઓનેજ ટિકીટ આપી છે, ત્યારે તેમણે કહ્યું તેમા કોઈ વાંધાનો વિષય નથી. કોંગ્રેસે ભલે 40 ટકા ટિકટ મહિલાઓને આપવાનું કહ્યું હોય પરતું આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ સ્ટેજ પર 7 પુરુષો હાજર હતા જ્યારે પ્રિયંકા ગાંધીની આસપાસ માત્ર 2 મહિલાઓ બેઠી હતી. જેથી તેનો અંદાજો લગાવી શકાય છે. પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય તેમના માટે પડકાર જનક રહેવાનો છે. ઉલ્લેખનીય છે કે પ્રેસ કોન્ફરન્સમાં પ્રિયંકા ગાંધીએ લખમપુર ગીરીની હિંસાનો તો ઉલ્લેખ કર્યો સાથેજ શાહજહાપુરમાં કોર્ટની અંદર જે રીતે વકીલની હત્યા કરવામાં આવી હતી તેને લઈને પણ તેમણે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું સાથેજ કહ્યું કે ઉત્તરપ્રદેશમા હવે કોઈ સુરક્ષીત નથી પછી તે મહિલા હોય ખેડૂત હોય કે પછી વકીલ હોય.

Next Story