Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ: કુશીનગરમાં પી.એમ.મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન,કહ્યું આ એરપોર્ટે વિશ્વના બૌદ્ધભક્તોને જોડી દીધા

કુશીનગરનો વિકાસ યુપી અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે

ઉત્તરપ્રદેશ: કુશીનગરમાં પી.એમ.મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન,કહ્યું આ એરપોર્ટે વિશ્વના બૌદ્ધભક્તોને જોડી દીધા
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગર પહોંચી ગયા છે. તેઓ અહીં કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં PM મોદીએ કહ્યું, આ એરપોર્ટે વિશ્વભરના બૌદ્ધભક્તોને જોડી દીધા છે. ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલાં સ્થાનોને જોડાવા, વધુ સારી કનેક્ટિવિટી માટે આજે ભારત દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુશીનગરનો વિકાસ યુપી અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે. બુદ્ધની જન્મભૂમિ લુમ્બિની અહીંથી દૂર નથી. મોદીએ વધુમાં કહ્યું હતું કે કુશીનગર આસ્થા અને પ્રેરણાનું કેન્દ્ર છે. મોદીએ કહ્યું હતું કે એરપોર્ટ પરથી માત્ર પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ વગેરેને પણ આનો લાભ મળશે. રોજગારીની નવી તકો મળશે.PM મોદીએ વધુમાં કહ્યું હતું કે આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશમાં 200થી વધુ એરપોર્ટ, સીપોડનું નેટવર્ક ઊભું કરવાના પ્રયાસ છે. મોદીએ કહ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે આજે એક પાસું ઉમેરવામાં આવ્યું છે. વેક્સિનેશનની ઝડપી ગતિ વિશ્વ માટે આત્મવિશ્વાસ પણ બનાવશે. ભારત સૌથી વધુ વેક્સિન આપનાર દેશ છે. એર કનેક્ટિવિટી ને પણ તે લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમણે ક્યારેય તેના વિશે વિચાર્યું નથી.UDAN યોજનાને ચાર વર્ષ પૂરા થવાના છે. આ વર્ષોમાં 900 થી વધુ રૂટોને મંજૂરી આપવામાં આવી છે.300 થી વધુ રૂટ પર ફ્લાઇટ શરૂ થઇ ગઈ છે. બ્રિટિશશાસન હેઠળ, દેવરિયા-કુશીનગરનો આ વિસ્તાર શેરડીની ખેતી માટે જાણીતો હતો. પછી અહીં 13 શુગર મિલોની સ્થાપના કરવામાં આવી. વર્ષ 1946માં બ્રિટિશ અધિકારીઓની અવર-જવર માટે કસાયાના ભલુહી મદારીપટ્ટી ગામમાં એક એરોડ્રોમ બનાવવામાં આવ્યું હતું. જોકે અંગ્રેજો એનો ઉપયોગ કરી શક્યા નહીં. વર્ષ 1954માં કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદનું આયોજન થયું, જેમાં ચીન, તાઇવાન, તિબેટ, થાઇલેન્ડ સહિત બૌદ્ધ દેશોના પ્રતિનિધિઓ અને રાજ્યના વડાઓએ પણ ભાગ લીધો હતો.

Next Story