Connect Gujarat
દેશ

ઉત્તર પ્રદેશ: નોઇડા નજીક નિર્માણ પામનાર જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ.મોદીએ કર્યો શિલાન્યાસ

વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે જેવર એરપોર્ટ કનેક્ટિવિટીને સરળ બનાવશે. એ યુપીને આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધું કનેક્ટ કરશે

ઉત્તર પ્રદેશ: નોઇડા નજીક નિર્માણ પામનાર જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ.મોદીએ કર્યો શિલાન્યાસ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UPમાં ગ્રેટર નોઈડાની નજીક નિર્માણ થવા થઈ રહેલા જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કર્યું છે. તેમની સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ છે. મંચ પર આવતાં પહેલાં મોદી જેવર એરપોર્ટના મોડલને જોયું હતું. ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યા પછી વડાપ્રધાન મોદીએ જંગી જનસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે જેવર એરપોર્ટ કનેક્ટિવિટીને સરળ બનાવશે. એ યુપીને આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધું કનેક્ટ કરશે. ખેડૂત ફળ, શાકભાજી, માછલીને ઝડપથી એક્સપોર્ટ કરી શકશે. આઝાદી મળ્યા બાદ યુપીને ટોણાં સાંભળવા મજબૂર કરવામાં આવ્યું હતું.

ગરીબી, ગોટાળા, ખરાબ માર્ગો દરેક બાબતનાં ટોણાં યુપીને સાંભળવા પડતા હતા. હવે યુપી ઈન્ટરનેશનલ છાપ છોડી રહ્યું છે. આ અગાઉ સીએમ યોગીએ કહ્યું હતું કે જિન્નાના અનુયાયીઓએ શેરડીની મીઠાશમાં કડવાશ ભેળવી હતી. શેરડીની મીઠાશને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માટે આ એરપોર્ટ મહત્ત્વપૂર્ણ ભાગ બનશે.પીએમ મોદીએ કહ્યું, પહેલાંની સરકાર દરમિયાન ખેડૂતો પાસેથી જે જમીન લેવામાં આવી એમાં ઘણી જગ્યાએ વળતરની સમસ્યા રહી હતી અને વર્ષો સુધી જમીન બેકાર પડી રહી હતી. અમે ખેડૂતના હિતમાં, દેશના હિતમાં આ અડચણોને દૂર કરી છે. અમે ખાતરી કરી હતી કે પ્રશાસને ખેડૂતો પાસેથી યોગ્ય સમયે જમીન ખરીદી અને ત્યાર પછી 30 હજાર કરોડની આ યોજનાના ભૂમિપૂજન માટે અમે આગળ વધ્યા છે.

Next Story
Share it