ઉત્તરાખંડ: અત્યાર સુધીમાં 46નાં મોત, વધી શકે છે મોતનો આંકડો
ભારે વરસાદને કારણે થયેલી દુર્ધટના અને આપદામાં માર્યા ગયેલાં લોકોનો આંકડો 46 પહોંચી ગયો

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે થયેલી દુર્ધટના અને આપદામાં માર્યા ગયેલાં લોકોનો આંકડો 46 પહોંચી ગયો છે. સોમવારે અત્યાર સુધીમાં આંકડો જારી કરતાં એક અધિકારિક નોટમાં કહેવામાં આવ્યું છે કે, આંકડા હજુ વધી શકે છે, કારણ કે નૈનીતાલ સહિત ઘણાં વિસ્તારમાં લોકો ગૂમ છે. હજુ સુધીની સ્થિતિ મુજબ નૈનીતાલ જિલ્લામાં સૌથી વધુ 28 લોકોનાં જીવ ગયા છે. જિલ્લામાં 11 લોકો લાપતા છે. તેથી અહીં મોતનો આંકડો વધી શકે તેવી આશંકા છે. આ ઉપરાંત 12 લોકો ઘાયલ છે જેમનું ઇલાજ હોસ્પિટલમાં ચાલુ છે. રાહત કાર્ય માટે વાયુસાનાનું રાહત દલળ હલ્દ્વાની રવાના થઇ ગયુ છે. નૈનીતાલ જિલ્લાનાં સલારી ગામ માટે SDRFની ટીમ રવાના થઇ ગઇ છે. જ્યાં ભૂસ્ખલન થયું છે. અને ઘણાં ગ્રામીણ તેમાં દબાઇ ગયા છે. બીજી તરફ રુદ્રપ્રયાગ- કેદારનાથ રાષ્ટ્રીય માર્ગ 107 હજુપણ બંધ છે. પર્વતનાં કાંટમાળને કારણે નૌલાપાની પાસે NH 107 બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં અહીં કાંટમાળ ખસેડવાનું કામ ચાલુ છે જેથી વહેલીતકે તેને ફરી ખોલી દેવામાં આવે. રાજ્યમાં અતિવૃષ્ટિથી ન ફક્ત ચાર ધામ યાત્રા પ્રભાવિત થઇ છે. પણ પર્યટન ક્ષેત્ર પણ ભારે પ્રભાવિત થયું છે. નૈનીતાલની પરિસ્થિતિ વણસતા હીં પર્યટકો ફસાઇ ગયા છે. અને બાકી પરત ફરી રહ્યાં છે. ટિહરી ઝીલમાં બોટિંગ અને કેમ્પ કોટેજ માલિકોને ભારે નુક્સાન સહન કરવું પડ્યું છે. પર્યટકોએ એડવાન્સ બુકિંગ કેન્સલ કરાવી દીધુ છે તો સ્થાનિક વ્યવસાયને પણ અસર થઇ છે. તો ઋષિકેશમાં વરસાદથી ખેડૂતોનો પાક નષ્ટ થઇ ગયો છે. જેને કારણે પાક અને પર્યટન બંને ક્ષેત્રે રાજ્યને માર પડ્યો છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT