Connect Gujarat
દેશ

ઉત્તરાખંડ : વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 53 ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર

ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 53 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી ચૂકી છે અને હવે પાર્ટીએ બાકી બચેલી 11 બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

ઉત્તરાખંડ : વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 53 ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર
X

ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 53 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી ચૂકી છે અને હવે પાર્ટીએ બાકી બચેલી 11 બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા હરીશ રાવતને રામનગરની ટિકિટ આપી છે. તો પૂર્વ મંત્રી હરક સિંહ રાવતની પુત્રવધુ અને પૂર્વ મિસ ઈન્ડીયા અનુકૃતિ ગુસાઈને લેન્સડોનથી ટિકિટ આપી છે તો સલ્ટ, ચોબટ્ટાખાલ, ટિહરી અને હરિદ્વાર ગ્રામીણ જેવી બેઠકોને પેન્ડીંગ રાખવામાં આવે છે.




કોંગ્રેસે હરક સિંહ રાવતની વહૂ અનુકૃતિ ગુસાઈને લેન્સડોન ચૂંટણી મેદાનમાં ઉતારી છે. અનુકૃતિ ગુસાઈએ ઉત્તરાખંડની લેન્સડોન બેઠકની ટિકિટ માગી રહી હતી અને કોંગ્રેસ પાર્ટીએ તેમની આ માગ સ્વીકારી લીધી છે.

Next Story