Connect Gujarat
દેશ

દેશમાં 12થી 15 વર્ષના બાળકો માટે માર્ચ મહિનાથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાશે...

ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆતને 1 વર્ષ પુરુ થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધારે રસી 1 અબર 56 કરોડ ડોઝ અપાય ચૂક્યા છે

દેશમાં 12થી 15 વર્ષના બાળકો માટે માર્ચ મહિનાથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાશે...
X

ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆતને 1 વર્ષ પુરુ થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધારે રસી 1 અબર 56 કરોડ ડોઝ અપાય ચૂક્યા છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હવે આગામી માર્ચ મહિનાથી 12થી 15 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.

નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશનના ચેરમેન ડો. એન.કે.અરોડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના અંત અથવા માર્ચ મહિનાની શરૂઆતથી 12થી 15 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે. બાળકો માટે તા. 3 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાન અંતર્ગત 15થી 18 વર્ષના 3.31 કરોડ બાળકોને અત્યાર સુધી રસીનો પહેલો ડોઝ અપાય ચૂક્યો છે. આંકડા મુજબ 13 દિવસમાં આ ઉંમરના 45 ટકા બાળકો કવર થઈ ચૂક્યા છે. 15થી 17 ની ઉંમરના દેશમાં 7.4 કરોડ બાળકો છે. અમારો હેતુ આ તમામને જાન્યુઆરીના અંત સુધીમાં રસીનો પહેલો ડોઝ ઉપલબ્ધ કરાવવાનો છે. આ બાદ અમે બીજા ડોઝ માટે ફેબ્રુઆરીમાં અભિયાન ચલાવશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજા ડોઝનું લક્ષ્ય પુરુ કરવામાં આવશે. જોકે, 12થી 14 વર્ષની વચ્ચેના બાળકોને ફેબ્રુઆરીના અંત અથવા માર્ચના પહેલા અઠવાડિયામાં રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. તા. 12થી 17 વર્ષના બાળકો માટે ઘણી હદ સુધી એડલ્ટ જેવા હોય છે. એટલા માટે કોરોનાની સામે સુરક્ષા પ્રદાન કરવી બહું જરૂરી છે. આ ઉંમરના બાળકો ઘણા ગતિશીલ હોય છે અને તેમને આમતેમ વધારે કરવું પડે છે. તેમને સ્કૂલ, કોલેજ, મિત્રોથી મળવા જવાનું હોય છે. એટવા માટે તેમને સંક્રમણનો ખતરો વધારે છે. ઓમિક્રોન આવ્યા બાદ જોખમ વધી ગયું છે. એટલા માટે સરકાર બાળકોને પ્રાથમિકતામાં લઈ જલ્દીથી જલ્દી રસી હેઠળ આવરી લેવા માંગે છે.

Next Story