Connect Gujarat
દેશ

નમાઝ બાદ હિંસાઃ યુપીમાં ક્યાંક કર્ફ્યુ તો ક્યાંક ઈન્ટરનેટ બંધ, જાણો રમખાણો પછી શું થઈ રહ્યું છે?

સૌથી વધુ હંગામો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઝારખંડના રાંચી અને પશ્ચિમ બંગાળના હાવડામાં થયો હતો.

નમાઝ બાદ હિંસાઃ યુપીમાં ક્યાંક કર્ફ્યુ તો ક્યાંક ઈન્ટરનેટ બંધ, જાણો રમખાણો પછી શું થઈ રહ્યું છે?
X

પયગંબર મોહમ્મદ વિશે વિવાદિત ટિપ્પણીને લઈને શુક્રવારે ઘણા શહેરોમાં હંગામો થયો હતો. આ દરમિયાન પ્રદર્શન, હિંસા, પથ્થરમારો અને આગચંપી જેવી ઘટનાઓ પણ બની હતી. સૌથી વધુ હંગામો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઝારખંડના રાંચી અને પશ્ચિમ બંગાળના હાવડામાં થયો હતો. પ્રયાગરાજમાં બદમાશો દ્વારા પથ્થરમારો અને આગચંપી મામલમાં આઈજી સહિત 18 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. એસએસપી અને ડીએમ પણ ઘાયલ થયા હતા. ઝારખંડની રાજધાની રાંચીમાં હિંસામાં 25 લોકો ઘાયલ થયા છે. પોલીસ ફાયરિંગમાં અહીં બેના પણ મોત થયા છે.

સમગ્ર શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. હાવડામાં શુક્રવારે શરૂ થયેલો હંગામો શનિવારે પણ ચાલુ રહ્યો હતો. અહીં બદમાશો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં 15થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. શુક્રવારે ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં સૌથી વધુ અશાંતિ જોવા મળી હતી. જે શહેરોમાં હિંસક વિરોધ થયો હતો તેમાં પ્રયાગરાજ, સહારનપુર, મુદ્રાબાદ, હાથરસ, આંબેડકર નગર અને ફિરોઝાબાદનો સમાવેશ થાય છે. હિંસા બાદ રાજ્ય પોલીસ એક્શનમાં છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાઓને લઈને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી અત્યાર સુધીમાં 300થી વધુ બદમાશો ઝડપાયા છે. પ્રયાગરાજમાંથી 80, હાથરસમાંથી 55, ફિરોઝાબાદમાંથી આઠ, આંબેડકર નગરમાંથી 28ની ધરપકડ કરવામાં આવી છે. પાંચ હજારથી વધુ અજાણ્યા બદમાશો સામે FIR નોંધવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ, વીડિયો અને ફોટા પરથી તેમની ઓળખ કરવામાં આવી રહી છે.

પ્રયાગરાજ હિંસાનો માસ્ટર માઈન્ડ મોહમ્મદ જાવેદ પણ ઝડપાઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બદમાશોના ઘરો પર બુલડોઝર પણ દોડશે. કાનપુરમાં 3 જૂને થયેલી હિંસાના મામલામાં પણ આવી જ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. અહીં હિંસાના મુખ્ય આરોપી ઝફર હયાતના નજીકના સાથી મોહમ્મદ ઈશ્તિયાકની ગેરકાયદેસર ઈમારત પર બુલડોઝર દોડ્યું હતું.

Next Story