Connect Gujarat
દેશ

ઉ.પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડમાં આજે મતદાન, પીએમની લોકોને અપીલ - પહેલા વોટ આપો, પછી અન્ય કોઈ કામ

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આજે એટલે કે સોમવારે ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે

ઉ.પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડમાં આજે મતદાન, પીએમની લોકોને અપીલ - પહેલા વોટ આપો, પછી અન્ય કોઈ કામ
X

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આજે એટલે કે સોમવારે ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જ્યારે ઉત્તરાખંડ અને ગોવાની તમામ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. PMએ કહ્યું છે કે, 'ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા રાઉન્ડની સાથે આજે ઉત્તરાખંડ અને ગોવાની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. હું તમામ મતદારોને લોકશાહીના આ પવિત્ર તહેવારમાં ભાગ લેવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. યાદ રાખો - પહેલા મતદાન કરો, પછી બીજું કંઈપણ! ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની 55 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જ્યારે ઉત્તરાખંડની તમામ 70 અને ગોવામાં 40 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજના મતદાનમાં ત્રણ રાજ્યોની કુલ 165 વિધાનસભા બેઠકો પર 1519 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં લગભગ 2.2 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. પીએમ મોદી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલીઓને પણ સંબોધિત કરી રહ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત માટે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે પીએમ મોદી આજે જલંધરમાં રોલીને સંબોધિત કરવાના છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે 77 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી અને 10 વર્ષથી સત્તામાં રહેલી SAD-BJP સરકારને હટાવી દીધી.

Next Story