Connect Gujarat
દેશ

એક વર્ષમાં 8 ગેસ સિલિન્ડર અને 1100 રૂપિયા ગરીબોને આપીશું, CM ચન્નીએ કરી જાહેરાત

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ જાહેરાત કરી છે કે ગરીબોને એક વર્ષમાં 8 એલપીજી ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે.

એક વર્ષમાં 8 ગેસ સિલિન્ડર અને 1100 રૂપિયા ગરીબોને આપીશું, CM ચન્નીએ કરી જાહેરાત
X

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ જાહેરાત કરી છે કે ગરીબોને એક વર્ષમાં 8 એલપીજી ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. આ સાથે દર મહિને 1100 રૂપિયા પણ આપવામાં આવશે. ચરણજીત સિંહ ચન્નીએ રવિવારે સાંજે ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પંજાબની કોંગ્રેસ સરકાર વધતી મોંઘવારી અને ગરીબી સામે લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. ચન્ની ચમકૌર સાહિબ સીટથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબમાં કોંગ્રેસનો મુખ્યપ્રધાન ચહેરો છે. ચન્ની ચમકૌર સાહિબ અને ભદૌર વિધાનસભા સીટ પરથી મેદાનમાં છે. સીએમ ચહેરાની જાહેરાત દરમિયાન રાહુલ ગાંધીએ ચન્નીને ગરીબોના પુત્ર કહ્યા હતા. જો કે નોમિનેશન દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં ચન્નીએ પોતાની પાસે 9.45 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જોકે 2017ની સરખામણીમાં 2022માં ચન્નીની સંપત્તિમાં ઘટાડો થયો છે. 2017માં ચન્ની પાસે 14.51 કરોડ રૂપિયાની સંપત્તિ હતી.

Next Story